- કોહલીએ પોતાના શાનદાર પ્રદર્શનને અંગે આપી પ્રતિક્રિયા
- હું મારી જાતને સુધારવાનો પ્રયત્ન કરું છુ: વિરાટ કોહલી
- વિરાટ કોહલી સચિનો રેકોર્ડ તોડવાથી માત્ર બે સદી દૂર
ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના સતત શાનદાર પ્રદર્શનને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે સમજાવ્યું કે તે શા માટે આટલું સારું પ્રદર્શન કરી શકે છે. વિરાટ કોહલીના મતે, તે સતત પોતાને સુધારવા પર ભાર મૂકે છે અને એ વાત પર ધ્યાન નથી આપતો કે તેણે સર્વશ્રેષ્ઠ બનવું છે. કોહલીના મતે, તે સતત એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે પોતાને કેવી રીતે સુધારી શકાય.
સચિનો રેકોર્ડ તોડવાથી બે સદી દૂર
જો આપણે વિરાટ કોહલીની વાત કરીએ તો તે વર્લ્ડ કપ 2023માં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે. રન ચેઝ કરતી વખતે તેણે ઘણી જબરદસ્ત ઇનિંગ્સ રમી છે. આ સિવાય તેણે 48 ODI સદી ફટકારી છે અને તે સચિન તેંડુલકરના રેકોર્ડને તોડવાથી માત્ર બે સદી દૂર છે. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં તે માત્ર 5 રનથી સદી ચૂક્યો હતો. 95 રન બનાવ્યા બાદ મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે તે આઉટ થઈ ગયો હતો.
હું મારી જાતને સુધારવાનો પ્રયત્ન કરું છુ
વિરાટ કોહલીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, મે હંમેશા, દરેક પ્રેક્ટિસ સેશન, દર વર્ષે અને દરેક સિઝનમાં મારી જાતને કેવી રીતે શ્રેષ્ઠ બનાવી શકાય તેના પર કામ કર્યું છે. આ કારણે જ હું આટલા લાંબા સમયથી પરફોર્મ કરી શક્યો છું. જો આ માનસિકતા નહીં હોય તો સતત આટલું સારું પ્રદર્શન કરવું શક્ય નહીં બને. જો પ્રદર્શન તમારું લક્ષ્ય છે, તો પછી થોડા દિવસો પછી તમે સંતુષ્ટ થઈ જશો અને તમારી રમત પર કામ કરવાનું બંધ કરશો. મારો ભાર હંમેશા શ્રેષ્ઠ બનવાને બદલે મારી જાતને કેવી રીતે સુધારી શકાય તેના પર રહ્યો છે. મને ખબર નથી કે શ્રેષ્ઠ હોવાની વ્યાખ્યા શું છે અને તેની કોઈ મર્યાદા નથી. એટલા માટે દરરોજ હું મારી જાતને સુધારવાનો પ્રયત્ન કરું છું. આ કારણે, પ્રદર્શન આપોઆપ થાય છે, કારણ કે તમારી માનસિકતા ટીમને કઇ રીતે જીતાડવી તેના પર છે.
વિરાટ કોહલીનું વર્લ્ડકપ 2023માં પ્રદર્શન
વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમનો અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. આ વર્લ્ડકપમાં તેણે 5 મેચમાં 118ની એવરેજથી 354 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 ફિફ્ટી અને 1 સદી ફટકારી છે.