- ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતની શાનદાર જીત
- વિરાટ કોહલી પૂર્ણ ન કરી શક્યો સદી
- કોહલીએ 5 મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન અને દુનિયાના મોડર્ન માસ્ટર વિરાટ કોહલીનું બેટ વનડે વર્લ્ડકપ 2023માં ચાલી રહ્યું છે. બાંગ્લાદેશ વિરુદ્ધ અમનમ 103 રનની ઈનિંગ રમ્યા બાદ સૌથી ખતરનાક પ્રતિદ્વંદિ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પણ રનમશીનનું બેટ ફરી ચાલ્યું છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમને 274 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાના રનમશીને 95 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
વિરાટ કોહલી શાનદાર ઈનિંગ રમ્યો
આ ઈનિંગમાં વિરાટ કોહલી સચિન તેંડુલકરની વનડે સદીના રેકોર્ડની બરાબરી કરી શક્યો નહીં, પરંતુ આ ઈનિંગમાં તેમણે 5 મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. વિરાટની આ 95 રનની ઈનિંગે તેને ફરી એક વખત મહાન બનાવ્યા છે. તેમણે સાબિત કરી દીધું કે, તેમણે ચેસ માસ્ટર કેમ કહેવામાં આવે છે.
વિરાટ કોહલી સચિન તેંડુલકરથી આગળ નિકળ્યો
વિરાટ કોહલીએ ભારત માટે જીતેલી મેચમાં 54 સદી ફટકારી છે. સાથે સચિન તેંડુલકરે ટીમ ઈન્ડિયા માટે વિનિંગ મેચમાં 53 સદી ફટકારી છે.
https://www.instagram.com/reel/CytLNbbPDpg/?utm_source=ig_embed&ig_rid=8d1066f7-69a1-4674-9d16-c0b0b6edba41
વનડે ક્રિકેટમાં ચોથા ટોપ સ્કોરર
વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં પણ સૌથી વધુ રન બનાવનારા ચોથા બેટ્સમેન બન્યા છે. તેમણે સનથ જયસૂર્યાને પાછળ રાખી દીધા છે.
ક્યા બેટ્સમેને કેટલા રન કર્યા?
| ખેલાડી | રન |
| સચિન તેંડુલકર | 18426 |
| કુમાર સંગાકારા | 14234 |
| રિકી પોન્ટિંગ | 13704 |
| વિરાટ કોહલી | 13437 |
| સનથ જયસૂર્યા | 13430 |
ICC ટૂર્નામેન્ટમાં 3000 રન બનાવનારા એકમાત્ર ભારતીય
વિરાટ કોહલી વનડે વર્લ્ડકપ, T-20 વર્લ્ડ અને ચેમ્પિયન ટ્રોફીમાં 3 હજાર રન બનાવનારા એકમાત્ર ભારતીય બેટ્સમેન બન્યા છે.
વનડે વર્લ્ડકપના ચોથા ટોપ સ્કોરર
વિરાટ કોહલીના નામે વનડે વર્લ્ડકપની 31 મેચમાં હવે 1 હજાર 384 રન દાખલ થયા છે. તેની એવરેજ 55.36ની છે. કોહલીના નામે 3 સદી અને 9 ફિફ્ટી છે. કોહલીનો બેસ્ટ સ્કોર 107 રન છે. આ સાથે તે આ ટૂર્નામેન્ટમાં ટોપ સ્કોરર બન્યો છે.
વનડે વર્લ્ડકપમાં બીજો સૌથી વધુ 50 પ્લસ સ્કોર
વિરાટ કોહલીની આ વનડે વર્લ્ડકપમાં 12મી ફિફ્ટી પ્લસ સ્કોર હતો. તે આ મામલે સંયુક્તરીતે બીજા નંબર પર આવ્યા છે. તેમણે કુમાર સંગાકારા અને શાકિબ અલ હસનની બરાબરી કરી છે. આ મામલે 21 ફિફ્ટી પ્લસ સ્કોર સાથે સચિન તેંડુલકર ટોપ પર છે.