- ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચમાં કોહલી-રોહિત વચ્ચે બોલાચાલી
- ન્યૂઝીલેન્ડની વિકેટ ન પડતાં બન્ને બનાવ્યો પ્લાન
- બંનેના પ્લાને પાર્ટનરશિપ તોડી
હિમાચલપ્રદેશના ધર્મશાળામાં રમાઈ રહેલી ભારત અને ન્યૂઝીલેન્ડ મેચમાં ગરમાગરમી જોવા મળી હતી. કારણ કે, ન્યૂઝીલેન્ડની વિકેટ પડતી નહતી. જેથી વિરાટ કોહલી અને ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વિકેટ લેવા માટે પ્લાન બનાવ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર-બોલાચાલી જોવા મળી હતી.
રચિન રવિન્દ્ર અને ડેરિલ મિચેલની પાર્ટનરશિપ તોડવા પ્લાન
ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતના બોલર્સે શરૂઆત સારી અપાવી હતી. ઈનિંગની પ્રથમ 8 ઓવરમાં ભારતે માત્ર 19 રન આપીને 2 વિકેટ લીધી હતી, પરંતુ બાદમાં રચિન રવિન્દ્ર અને ડેરિલ મિચેલ ભારતીય બોલરોની સામે દિવાલ બનીને ઉભા રહી ગયા હતા. બંને બેટ્સમેનોએ માત્ર ઈનિંગને જ સંભાળી નહતી, પરંતુ ફોર-સિક્સ ફટકારીને ભારતીય ટીમ પર દબાણ ઉભું કર્યું હતું. 2 ઓવરમાં બંને બેટ્સમેન 31-68 રન બનાવીને રમી રહ્યા હતા. વિકેટના અભાવે ટીમના 2 સૌથી અનુભવી ખેલાડીઓ રોહિત અને કોહલી ચિંતામાં મૂકાયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
https://www.instagram.com/reel/CystTSwvsby/?utm_source=ig_embed&ig_rid=6865931c-4621-4c0d-a8f9-416f39401f7a
કોહલી-રોહિતે બનાવ્યો પ્લાન
ભારતીય બોલરોને વિકેટ મળે તે માટે રોહિત અને કોહલીએ પ્લાન બનાવ્યો હતો. બંને વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. જ્યારે રોહિત કોહલીને કંઈક કહેતો જોવા મળ્યો હતો, ત્યારે કોહલી રોહિતને કંઈક સમજાવતો જોવા મળ્યો હતો. બંનેએ મળીને એવો પ્લાન બનાવ્યો કે પછી ન્યૂઝીલેન્ડનું કામ તમામ થયું હતું. કોહલી અને રોહિતની આ વાતચીતની 2 ઓવર બાદ જ ભારતને સફળતા મળી હતી. ટીમના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સેટ બેટ્સમેન રચિન રવિન્દ્રને આઉટ કરીને આ મોટી સફળતા અપાવી હતી.