- ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતની શાનદાર જીત
- વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પૂર્ણ ન કરી શક્યો સદી
- 95 રન પર વિરાટ કોહલી આઉટ થયો
વનડે વર્લ્ડકપમાં વિરાટ કોહલી ગજબના ફોર્મમાં છે અને દરેક મેચમાં પોતાની ટીમ માટે મહત્વની ઈનિંગ રમે છે. અત્યાર સુધી વિરાટ કોહલી વર્લ્ડકપ 2023માં એક સદી અને 3 ફિફ્ટી લગાવી ચૂક્યો છે. 22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પણ વિરાટે શાનદાર મેચ વિનિંગ ઈનિંગ રમી હતી, પરંતુ વિરાટ પોતાની સદી પૂર્ણ કરી શક્યો નહતો. વિરાટને 95ના સ્કોર પર જ મેટ હેનરીએ આઉટ કર્યો હતો. વિરાટ કોહલી સદીની નજીક પહોંચીને આઉટ થયો, તેવું એ પહેલી વખત થયું નથી. આ પહેલાં 7 વખત વિરાટ કોહલી સદીની નજીક આઉટ થયો હતો.
આ ટીમ વિરુદ્ધ આઉટ થયો વિરાટ
સદીની નજીક પહોંચીને વિરાટ કોહલી 7 વખત આઉટ થયો છે. વર્ષ 2010માં વિરાટ કોહલીને બાંગ્લાદેશના બોલર્સે 91ના સ્કોર પર આઉટ કર્યો હતો. જે બાદ વર્ષ 2011માં વેસ્ટ ઈન્ડિઝના બોલર્સે પણ કોહલીને 94ના સ્કોર પર આઉટ કર્યો હતો. વર્ષ 2016માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ 96 રન અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 99 રન પર કોહલી આઉટ થયો હતો. સાથે વર્ષ 2016માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વિરાટ કોહલી 91 રનમાં આઉટ થયો હતો. જે બાદ બીજી વખત 2017માં ફરી ઓસ્ટ્રેલિયા સામે વિરાટ 92 રનમાં આઉટ થયો હતો. આ ઉપરાંત ઈંગ્લેન્ડ વિરુદ્ધ પણ વિરાટ કોહલી 97 રન પર આઉટ થયો હતો.
સચિનના રેકોર્ડ નજીક પહોંચ્યો વિરાટ
વનડે આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ સદી લગાવવાનો રેકોર્ડ ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરના નામે છે. સચિને 49 સદી ફટકારી છે. સાથે વિરાટ કોહલીના નામે 48 સદીનો રેકોર્ડ છે. હવે વિરાટ કોહલી સચિન કરતાં માત્ર 1 સદી પાછળ છે.
વિરાટ 95ના સ્કોર પર આઉટ
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચમાં લાગી રહ્યું હતું કે, વિરાટ કોહલી સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરશે, પરંતુ તે 95ના સ્કોર પર આઉટ થયો હતો. હવે ટીમ ઈન્ડિયાની આગામી મેચ 29 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા પોતાના બોલર્સ પાસે આવા જ શાનદાર પ્રદર્શનની આશા રાખશે.