• આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ
  • મેચ દરમિયાન એક પોસ્ટર વાયરલ
  • પોસ્ટર પર ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરનો ડાયલોગ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI વર્લ્ડકપ 2023ની મેચ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 273 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમીએ પાંચ વિકેટ લીધી હતી. આ પછી રોહિત શર્માએ ફરી ઝડપી શરૂઆત કરી અને 40 બોલમાં 46 રન બનાવ્યા હતા. આ દરમિયાન સ્ટેન્ડ પરથી એક દર્શકનો ફોટો વાયરલ થયો હતો જે ભારતીય ટીમને ખાસ પોસ્ટર સાથે ચીયર કરી રહ્યો હતો.

મેચ દરમિયાન એક પોસ્ટર વાયરલ

આ દર્શકે જે પોસ્ટર પકડ્યું હતું તેના પર પ્રખ્યાત ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરનો એક ડાયલોગ લખાયેલો હતો, પરંતુ આ ડાયલોગ ક્રિકેટની ભાષામાં લખવામાં આવ્યો હતો. એ ડાયલોગના શબ્દો હતા, પિતા, દાદા અને ભાઈનો બદલો લેશે. આવી જ રીતે વિરાટ કોહલી વિશે એક ડાયલોગ લખવામાં આવ્યો હતો. જો કે તેમાં કોહલીનું બાળપણનું નામ ચીકુ લખવામાં આવ્યું હતું. ઘણીવાર એમએસ ધોની પણ તેને ચીકુ કહીને બોલાવતા હતા. તેથી ફેન્સે 2019 વર્લ્ડકપ સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે મળેલી હારને યાદ કરી અને એમએસ ધોનીના રનઆઉટને યાદ કરીને એક ખાસ ડાયલોગ લખ્યો.

ભારત મેચ જીતીને આ રેકોર્ડ તોડશે

આ દર્શકના હાથમાં જે પોસ્ટર હતું તેમાં લખ્યું હતું, 'બાપનો, દાદાનો, માહી ભાઈનો રનઆઉટ, સબકા બદલા લેગા તેરા ચીકુ. હાલમાં આ પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહયું છે અને લોકો આ પોસ્ટરને લઇને લોકો અલગ- અલગ કોમેન્ટ કરી રહ્યા છે. ભારતે 20 વર્ષથી ICC ટૂર્નામેન્ટમાં પણ ન્યૂઝીલેન્ડને હરાવ્યું નથી. આ મેચ જીતીને ભારત જૂનો રેકોર્ડ તોડવા માંગશે.

  • Follow us on: