• આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ
  • મહોમ્મદ શમીએ આ મેચમાં 5 વિકેટ ઝડપી
  • જાડેજાએ રચિન રવિન્દ્રનો કેચ છોડ્યો

ODI વર્લ્ડકપ 2023ની 21મી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ધર્મશાળામાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતે પ્રથમ 2 વિકેટ 19 રનમાં મેળવી હતી. જે બાદ ડેરિલ મિચેલ અને રચિન રવિન્દ્રએ ત્રીજી વિકેટ માટે 159 રનની પાર્ટનરશીપ કરી હતી. આ દરમિયાન રવિનદ્ર જાડેજાએ રિચિન રવિનદ્રનો સરળ કેચ છોડ્યો હતો. આવી સ્થિતિમાં ભારતીય ટીમ વિકેટ શોધી રહી હતી અને મેચની વચ્ચે ડ્રિંક્સ દરમિયાન વિરાટ કોહલી અને રોહિત શર્મા ગંભીરતાથી ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે વિવાદ?

પ્રથમ ઇનિંગની 32 ઓવર થઇ ગઇ હતી અને ભારતીય ટીમ ત્રીજી વિકેટની શોધમાં હતી. આવી સ્થિતિમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા ડ્રિંક્સ દરમિયાન લાંબા સમય સુધી ચર્ચા કરતા જોવા મળ્યા હતા. જોકે, રોહિત વિરાટના સૂચન સાથે બહુ સહમત ન હતો. તેમ છતાં બંનેએ ચર્ચા કરી અને કેટલીક ખાસ રણનીતિ બનાવી હતી. ત્યાર પછી એક ઓવર બાદ ભારતને ત્રીજી સફળતા મળી હતી. આ વખતે બાઉન્ડ્રી પર ઊભેલા શુભમન ગીલે કોઈ ભૂલ કરી ન હતી અને શમીને બીજી વિકેટ મળી હતી. રોહિત અને વિરાટ વચ્ચેની આ વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને વાદ-વિવાદ અને દલીલ જેવા નામ પણ આપી રહ્યા છે.

બંનેએ ફિલ્ડ પ્લેસમેન્ટની ચર્ચા કરી

આ ચર્ચા કોઈપણ મુદ્દા પર થઈ શકે છે. કદાચ બંને ફિલ્ડ પ્લેસમેન્ટની ચર્ચા કરી રહ્યા હતા. કારણ કે આ પહેલા બુમરાહ શમીની ઓવરમાં આ જ પોઝિશન પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો અને તેણે કેચ છોડ્યો હતો. પરંતુ પછીની ઓવરમાં જ્યારે ગિલ ત્યાં હતો ત્યારે તેણે કોઈ ભૂલ કરી ન હતી. અહીં થોડા જ સમયમાં કુલદીપ યાદવે ભારતને ચોથી સફળતા અપાવી. કેપ્ટન ટોમ લાથમ સસ્તામાં આઉટ થયો હતો. મતલબ કે વિરાટની યુક્તિ કામ કરી ગઈ હતી.

શમીની શાનદાર વાપસી

મોહમ્મદ શમીએ આ મેચમાં શાનદાર વાપસી કરી હતી. મોહમ્મદ શમીએ પોતાની પ્રથમ ઓવરના પહેલા બોલ પર વિલ યંગને ક્લીન બોલ્ડ કર્યો હતો. મોહમ્મદ શમીએ આ મેચમાં 10 ઓવરમાં 54 રન આપીને 5 વિકેટ ઝડપી છે.


  • Follow us on: