• આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ

  • ધર્મશાળાના HPCA સ્ટેડિયમમાં મેચ
  • અનુરાગ ઠાકુર સ્ટેડિયમમાં મેચ જોવા આવ્યા

આજે વર્લ્ડકપ 2023ની 21મી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ધર્મશાળામાં રમાઇ રહી છે. ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ભાજપ અને કોગ્રેસના નેતા એકસાથે ભારતીય ટીમને ચીયર કરતા જોવા મળ્યા હતા.

ભાજપ-કોંગ્રેસ એકસાથે આવ્યા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર, પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને અન્ય ભાજપના ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો ભાજપ તરફથી ભારતીય ટીમને ચીયર કરવા સ્ટેડિયમમાં આવ્યા છે. જ્યારે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ અને તેમના કેબિનેટ સાથીદારો અને ધારાસભ્યો પણ સ્ટેડિયમમાં હાજર રહ્યા છે.

ધર્મશાળાના સ્ટેડિયમમાં 2005થી ક્રિકેટનું આયોજન

ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ 2005થી ક્રિકેટના દરેક ફોર્મેટમાં મેચોનું આયોજન કરે છે. ભારતીય ટીમ અહીં ઘણી વખત રમી છે પરંતુ ન્યુઝીલેન્ડ સાથેની આ પ્રથમ વખત શાસક અને વિપક્ષના નેતાઓ એકસાથે ભારતીય ટીમને ચીયર કરવા માટે પહોંચ્યા છે.

આ પહેલા એકસાથે  જોઈ ચૂક્યા છે મેચ

બંને પક્ષોના નેતાઓ આ પહેલા એકસાથે મેચ જોઈ ચૂક્યા છે પરંતુ આટલી મોટી સંખ્યામાં નહીં. તાજેતરમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને અન્ય કેન્દ્રીય નેતાઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી ભારત-પાકિસ્તાન મેચમાં ભારતીય ટીમનું મનોબળ વધારવા સ્ટેડિયમમાં મેચ નિહાળવા આવ્યા હતા. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું.


  • Follow us on: