• IPLની 17મી સિઝનમાં ઘણા મોટા રેકોર્ડ તૂટતા જોવા મળ્યા હતા
  • ઈમ્પેક્ટ પ્લેયરના નિયમને લઈને ખેલાડીઓએ પ્રતિક્રિયા આપી
  • વિરાટ કોહલીએ ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ અંગે નિવેદન આપ્યું

IPLની 17મી સિઝનમાં ઘણા મોટા રેકોર્ડ તૂટતા જોવા મળ્યા હતા. તે જ સમયે, સિઝનની મઘ્યમાં ઈમ્પેક્ટ પ્લેયરના નિયમને લઈને ઘણા ખેલાડીઓએ પ્રતિક્રિયા આપી હતી. હવે આ લિસ્ટમાં વિરાટ કોહલીનું પણ નામ જોડાયું છે. કોહલીએ પોતાના એક નિવેદનમાં IPLમાં લાગુ કરવામાં આવેલા ઈમ્પેક્ટ પ્લેયરના નિયમની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેનાથી રમતના સંતુલન પર અસર પડે છે. કોહલી પહેલા રોહિત શર્માએ પણ ઈમ્પેક્ટ પ્લેયર રૂલ અંગે નિવેદન આપ્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે આના કારણે ટીમો હવે ઓલરાઉન્ડરોને પર વધુ ધ્યાન આપી રહી નથી.

દરેક ટીમમાં બુમરાહ કે રાશિદ ખાન નથી

વિરાટ કોહલીએ ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ વિશે વાત કરતા કહ્યું કે, જ્યારે બોલરો વિચારે છે કે તેઓ દરેક બોલ પર ચાર કે છ રન આપશે. દરેક ટીમમાં જસપ્રિત બુમરાહ કે રાશિદ ખાન જેવા બોલર હોતા નથી. ટીમમાં વધારાના બેટ્સમેન હોવાના કારણે, હું પાવરપ્લેમાં 200 થી વધુના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છું કારણ કે હું જાણું છું કે અમારી પાસે નંબર 8 સુધી બેટ્સમેન છે. મને લાગે છે કે ક્રિકેટમાં આ પ્રકારનું વર્ચસ્વ મોટા પાયા પર ન હોવું જોઈએ. આપણે બેટ અને બોલ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરવો જોઈએ. હું રોહિતના નિવેદનને સમર્થન આપું છું કારણ કે મનોરંજન રમતનું એક પાસું છે પરંતુ આપણે સંતુલન પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે.

વિરાટ કોહલીએ વધુમાં કહ્યું કે મને વિશ્વાસ છે કે BCCI આ નિયમની સમીક્ષા કરશે અને મને ખાતરી છે કે રમતમાં સંતુલન જળવાઈ રહે તે માટે કોઈ રસ્તો શોધી કાઢવામાં આવશે. ક્રિકેટ રોંમાચક બનાવા માટે ચોગ્ગા કે છગ્ગાની જ જરૂર નથી. 160નો સ્કોર કરીને મેચ જીતવી પણ રોમાંચક છે.

BCCI સેક્રેટરી જય શાહે પણ આ નિયમ પર નિવેદન આપ્યું

ઈમ્પેક્ટ પ્લેયર રૂલને લઈને શરૂ થયેલી ચર્ચામાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે પણ આ અંગે પોતાનું નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે અમે આ નિયમને એક પ્રયોગ તરીકે લાગુ કર્યો હતો અને ભવિષ્યમાં અમે તેનો અમલ કરીશું. અમે આ નિયમ વિશે ફરીથી વિચારી શકીએ છીએ. અમે આ નિયમ લાગુ કર્યો હતો જેથી 2 ભારતીય ખેલાડીઓને એક મેચમાં રમવાની તક મળી શકે.

  • Follow us on: