- IPL 2024ની 68મી મેચમાં આજે CSK સામે RCB ટકરાશે
- કોહલીએ ધોનીની નિવૃત્તિને લઈને મોટું અપડેટ આપ્યું
- ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી હતી
ઈન્ડિયન પ્રીમિયર લીગની 68મી મેચમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ પ્લેઓફની દૃષ્ટિએ ઘણી મહત્વની છે. આ મેચ જીતીને CSK પ્લેઓફમાં પોતાનું સ્થાન સીધું જ નિશ્ચિત કરી લેશે. બીજી તરફ, જો RCBને અંતિમ-4માં જગ્યા બનાવવી હોય તો તેણે મોટા માર્જિનથી મેચ જીતવી પડશે. મેચ પહેલા વિરાટ કોહલીએ એમએસ ધોનીની નિવૃત્તિને લઈને મોટું અપડેટ આપ્યું છે.
ધોનીના સન્યાસને લઇ કોહલીએ આપ્યા હિન્ટ
વિરાટ કોહલીએ કહ્યું, "હું અને ધોની કદાચ છેલ્લી વખત સાથે રમી રહ્યાં છીએ." કોહલીએ સંકેત આપ્યો હતો કે IPLમાં ધોનીની આ છેલ્લી સિઝન હોઈ શકે છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે IPLમાં ધોનીની આ છેલ્લી સિઝન હોઈ શકે છે. દરમિયાન, કોહલીની ટિપ્પણીએ આ અફવાઓને વેગ આપ્યો છે. છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સાથે થયો હતો. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં CSKની આ છેલ્લી મેચ હતી. મેચ બાદ ધોનીએ ઘરના દર્શકોનો આભાર માન્યો હતો. ત્યારે પણ સોશિયલ મીડિયા પર ધોનીની નિવૃત્તિની અટકળો ચાલી રહી હતી.
ધોનીએ CSKની કપ્તાની છોડી
IPL 2024 પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી દીધી હતી. આવી સ્થિતિમાં રુતુરાજ ગાયકવાડને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રુતુરાજ ગાયકવાડની કપ્તાનીમાં CSKએ અત્યાર સુધી 13 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન ટીમે 7માં જીત અને 6માં હારનો સામનો કરવો પડ્યો છે. IPL 2024માં મહેન્દ્ર સિંહ ધોનીના પ્રદર્શનની વાત કરીએ તો તેણે 13 મેચની 10 ઇનિંગ્સમાં 68.00ની એવરેજ અને 226.66ની સ્ટ્રાઇક રેટથી 136 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 37 રન રહ્યો છે. છેલ્લી કેટલીક સિઝનની જેમ આ સિઝનમાં પણ ધોની લોઅર ઓર્ડરમાં બેટિંગ કરી રહ્યો છે.