• IPL 2024ની 69મી મેચ PBKS અને SRH વચ્ચે 19 મેના રોજ રમાશે
  • આ મેચ હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે
  • આ વચ્ચે પંજાબ કિગ્સે જીતેશ શર્માને ટીમનો કેપ્ટન બનાવ્યો

IPL 2024ની 69મી મેચ પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે 19 મેના રોજ રમાશે. આ મેચ હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. પંજાબ કિંગ્સ માટે ભલે આ મેચથી કોઈ ફરક ન પડે, પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદ આ મેચ જીતવા માટે પોતાનું સર્વસ્વ આપશે. જો SRH આ મેચ જીતવામાં સફળ થશે તો તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી જશે.

સ્ટાર ખેલાડીને જવાબદારી મળી

રાજસ્થાન રોયલ્સ અત્યારે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. પરંતુ જો હૈદરાબાદ આવતીકાલે આ મેચ જીતી જશે તો તે બીજા સ્થાને પહોંચી જશે. આવી સ્થિતિમાં હૈદરાબાદના દૃષ્ટિકોણથી આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે. આ મેચમાં ન તો શિખર ધવન કે ન તો સેમ કુરન પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરશે. તેના બદલે આ મેચમાં ટીમની કમાન યુવા ખેલાડી જીતેશ શર્માને સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે શિખર ધવન ઘણા સમયથી ઈજાગ્રસ્ત છે, જેના કારણે તે ઘણી મેચોમાંથી બહાર છે. ધવનની ગેરહાજરીમાં સેમ કરનને ટીમની કમાન સોંપવામાં આવી હતી, પરંતુ રાષ્ટ્રીય ફરજના કારણે સેમ પણ પોતાના દેશ પરત ફર્યો છે. આવી સ્થિતિમાં ટીમની કમાન જીતેશ શર્મા સંભાળશે. જીતેશ શર્મા પંજાબ કિંગ્સનો 16મો કેપ્ટન બનશે.


પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરનારા ખેલાડીઓની યાદી

  • યુવરાજ સિંહ- 29 મેચ
  • કુમાર સંગાકારા- 13 મેચ
  • મહેલા જયવર્દને- 1 મેચ
  • એડમ ગિલક્રિસ્ટ- 34 મેચ
  • ડેવિડ હસી- 12 મેચ
  • જ્યોર્જ બેલી- 35 મેચ
  • વિરેન્દ્ર સેહવાગ- 1 મેચ
  • ડેવિડ મિલર- 6 મેચ
  • મુરલી વિજય- 8 મેચ
  • ગ્લેન મેક્સવેલ- 14 મેચ
  • રવિચંદ્રન અશ્વિન- 28 મેચ
  • કેએલ રાહુલ- 27 મેચ
  • મયંક અગ્રવાલ- 14 મેચ
  • શિખર ધવન- 17 મેચ
  • સેમ કરન- 11 મેચ
  • Follow us on: