• IPL 2024માં વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન
  • કોહલીએ 61.75ની એવરેજથી 741 રન બનાવ્યા
  • ઓરેન્જ કેપ વિજેતાને પણ 15 લાખ રૂપિયા મળે છે

IPL 2024ની શરૂઆતમાં ખરાબ પ્રદર્શન કરનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્લેઓફ પહેલા શાનદાર વાપસી કરી હતી. એક સમયે પ્લેઓફની રેસથી દૂર દેખાતી RCBએ આખરે લાસ્ટ-4માં જગ્યા બનાવી લીધી. કરો યા મરો મેચમાં, RCBએ ચેન્નાઈ સુપર કિંગ્સને મોટા માર્જિનથી હરાવ્યું અને પ્લેઓફમાં પ્રવેશ કર્યો. જોકે, રાજસ્થાન રોયલ્સે એલિમિનેટર મેચમાં RCBને હરાવીને ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર કરી દીધું હતું.

વિરાટ કોહલીએ 741 રન બનાવ્યા હતા

IPL 2024માં RCBની સ્થિતિ ભલે ગમે તે હોય, વિરાટ કોહલીનું પ્રદર્શન શાનદાર હતું. તેણે 15 મેચની 15 ઇનિંગ્સમાં 61.75ની એવરેજ અને 154.69ની સ્ટ્રાઇક રેટથી 741 રન બનાવ્યા હતા. તે 17મી સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. આ સિઝનમાં માત્ર વિરાટ કોહલી જ ઓરેન્જ કેપ મેળવી શકે છે. આવી સ્થિતિમાં ઓરેન્જ કેપ વિજેતાને પણ 15 લાખ રૂપિયા મળે છે.

IPL 2024માં સૌથી વધુ રન

  • વિરાટ કોહલી: 741 રન
  • રૂતુરાજ ગાયકવાડઃ 583 રન
  • રિયાન પરાગ: 573 રન
  • ટ્રેવિસ હેડઃ 567 રન
  • સંજુ સેમસન: 531 રન

  • Follow us on: