• કોહલી અને સુનીલ ગાવસ્કર વચ્ચે જોરદાર શબ્દયુદ્ધ જોવા મળ્યેં
  • પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમે આ શબ્દયુદ્ધમાં પ્રવેશ કર્યો
  • વસીમ અકરમે સુનીલ ગાવસ્કરને આ મામલે સમર્થન આપ્યું

IPL 2024માં કોઈ ખાસ વિવાદ નહોતો થયો, પરંતુ વિરાટ કોહલી અને સુનીલ ગાવસ્કર વચ્ચે જોરદાર શબ્દયુદ્ધ જોવા મળ્યું. કોહલીએ તેમના ઓછા સ્ટ્રાઈક રેટની ટીકા કરનારાઓને જવાબ આપ્યો હતો. પરંતુ તેને અનુભવી સુનીલ ગાવસ્કર પાસેથી જવાબ મળ્યો. ગાવસ્કર વિરાટ કોહલી મોટા ખેલાડીઓની સામે પણ પોતાના મંતવ્યો વ્યક્ત કરવામાં ક્યારેય ડરતા નથી. હવે પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમે આ શબ્દયુદ્ધમાં પ્રવેશ કર્યો છે. તેણે આ બાબતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને સુનીલ ગાવસ્કરને પણ સમર્થન આપ્યું.

વસીમ અકરમે ગાવસ્કરનો પક્ષ લીધો

દિગ્ગજ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમે આ સમગ્ર વિવાદ પર ગાવસ્કરનો પક્ષ લીધો હતો. તેણે કહ્યું કે વિરાટે આવું ના બોલવું જોઈએ. ગાવસ્કર સ્પષ્ટ અભિપ્રાય માટે જાણીતા છે. કોહલીનું આ વલણ તેને પસંદ ન આવ્યું, ખાસ કરીને જ્યારે કોહલીએ અગાઉ કહ્યું હતું કે તે સોશિયલ મીડિયા પર જે કહેવામાં આવે છે તે વાંચતો નથી.

અકરમે કહ્યું, "બંને મહાન ખેલાડીઓ છે. હું સનીભાઈને મેદાનની અંદર અને બહાર બંને રીતે ઓળખું છું. તેઓ વર્ષોથી કોમેન્ટ્રી કરી રહ્યા છે. જ્યારે વિરાટ કોહલી આધુનિક ક્રિકેટમાં ટોચનો ખેલાડી છે. તે એક મહાન ખેલાડી છે. તેના પરફોર્મન્સને જોતા તેની ગણના ઈતિહાસના મહાન ખેલાડીઓમાં થાય છે, પરંતુ મને લાગે છે કે વિરાટે આવું ન કહેવું જોઈએ.

વિવાદનું મૂળ શું હતું?

કોહલીએ તાજેતરમાં સ્પિન બોલિંગ સામે તેની સ્ટ્રાઈક રેટ અને સંઘર્ષને લઈને કોમેન્ટેટર્સ અને ક્રિકેટ નિષ્ણાતો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોની ખુલ્લેઆમ ટીકા કરી હતી. આ જોઈને ગાવસ્કર ગુસ્સે થઈ ગયા અને લાઈવ ટીવી પર કોહલીને ફટકાર લગાવી હતી.

  • Follow us on: