• અજિંક્ય રહાણે ફરી ફ્લોપ રહ્યો
  • બંને ઈનિંગમાં નિરાશાજનક પ્રદર્શન
  • રહાણેએ કરવી પડશે મહેનત

અત્યારે ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહી છે, ત્યારે અજિંક્ય રહાણે પોતાની બંને ઈનિંગમાં રન બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. જેથી અજિંક્ય રહાણેની ફિટનેસ પર સવાલ ઉભા થઈ રહ્યા છે. આ તમામ વચ્ચે ભારતના પૂર્વ ઓપનર બેટ્સમેન વસીમ જાફરે કહ્યું કે, અત્યારના ઉપ-કેપ્ટન અજિંક્ય રહાણેને ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે રન બનાવવા પડશે.

IPLમાં સારૂં પ્રદર્શન કર્યું હતું

35 વર્ષીય રહાણેએ આ વર્ષે IPLમાં સારૂં પ્રદર્શન કર્યું હતું. જેના કારણે તેમને ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું હતું. જે બાદ તેમણે આ વર્ષના શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં સારૂં પ્રદર્શન કર્યું હતું. જો કે, વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ દરમિયાન રહાણે પોતાની બંને ઈનિંગમાં ફ્લોપ રહ્યા છે. જેના કારણે તેમની બેટિંગ પર સવાલ ઉઠી રહ્યા છે.

રહાણે 90 મેચ રમ્યો

ભારત માટે 31 ટેસ્ટ મેચ રમનરા જાફરે કહ્યું કે, રહાણેએ પોતાની કરિયરમાં રન બનાવવાની જરૂર છે. રહાણે 80થી 90 મેચ રમી ચૂક્યો છે, પરંતુ તેમના પ્રદર્શનમાં નિરંતરતા જોવા મળી નથી. રહાણેએ આનાથી બહાર નિકળવાની જરૂર છે. કારણ કે, રોહિત શર્મા બાદ અજિંક્ય રહાણે ભારતીય ટીમના કેપ્ટન તરીકે સારો વિકલ્પ છે.

રહાણેના નૈતૃત્વમાં સારૂં પ્રદર્શન

જાફરે આગળ કહ્યું કે, ઓસ્ટ્રેલિયા 36 રન પર ઓલઆઉટ થયું હતું. જે બાદ ભારતીય ટીમે રહાણેના નેતૃત્વમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. રહાણેએ મેલબર્નમાં સદી ફટકારી હતી. જો રહાણેનું ફોર્મ આવું જ રહેશે, તો તે આવનારા સમયમાં ભારતનો ટેસ્ટ કેપ્ટન હશે.

પુજારા માટે વાપસી મુશ્કેલ

ચેતેશ્નર પુજારાને લઈ પૂર્વ ઓપનર બેટ્સમેન જાફરે કહ્યું કે, પુજારા માટે હવે ટેસ્ટ ટીમમાં વાપસી કરવી મુશ્કેલ બની શકે છે. કારણ કે, 2023-25ના વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં યુવા ખેલાડીઓ પર નજર રહેશે. જેથી પુજારાની વાપસીની શક્યતા ઓછી છે.

યુવા ખેલાડીઓને મળી શકે તક

જાફરે કહ્યું કે, ભારતીય ટીમના સિલેક્ટર્સે આવનારી ટેસ્ટ માટે યુવા ખેલાડીઓને જોવાની જરૂર છે. શ્રેયસ અય્યર અને ઋષભ પંત પરત ફરશે. યશસ્વી જયસવાલ સફળ રહ્યા છે. ગિલ ત્રણેય ફોર્મેટમાં રમશે. જેથી પુજારાએ ટીમમાં પરત સ્થાન મેળવવા મહેનત કરવી પડશે.

  • Follow us on: