- આજથી GTની મેચની ટિકિટ PayTM પરથી ખરીદી શકાશે
- પ્રી- રજીસ્ટર્ડ ફેન્સ 12 PM થી 4 PM સુધી ટિકિટ ખરીદી શકશે
- સામાન્ય લોકો માટે સાંજે 5 વાગ્યાથી ટિકિટ બારી ખુલશે
BCCIએ થોડા દિવસો IPL 2024નું શેડ્યૂલ જાહેર કર્યું હતું આ વખતે IPL 2 તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની મેચ 22 માર્ચથી 7 એપ્રિલ વચ્ચે રમાશે. પ્રથમ તબક્કામાં કુલ 21 મેચો રમાશે. શેડ્યૂલની જાહેરાત બાદ ચાહકો ઘણા ખુશ દેખાઈ રહ્યા છે. હવે આ ખુશીને ગુજરાત ટાઈટન્સે બેવડી ખુશીમાં ફેરવી દીધી છે. ગુજરાત ટાઈટન્સે IPL 2024ની ત્રણ મેચ માટે ટિકિટનું ઓનલાઈન વેચાણ શરૂ કરી દીધું છે.
ટિકિટનું ઓનલાઈન બુકિગ શરૂ













