ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા-19 સામે ત્રણ વનડે અને બે ચાર દિવસીય મેચ રમવા જઈ રહી છે. પહેલી 21 સપ્ટેમ્બરથી બંને ટીમો વચ્ચે વનડે સિરીઝ રમાશે. આ સિવાય 30 સપ્ટેમ્બરથી ચાર દિવસીય મેચનું આયોજન કરવામાં આવશે. બંને ટીમો વચ્ચે ત્રણેય વનડે મેચ પુડુચેરીમાં રમાશે. ચેન્નાઈમાં ચાર દિવસીય મેચ યોજાવાની છે.
બિહારના વૈભવની પણ પસંદગી
ભારતની અંડર-19 ટીમમાં બિહારના વૈભવ સૂર્યવંશીને પણ ચાર દિવસીય મેચ માટે જગ્યા મળી છે. વૈભવ વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેને અલગ-અલગ ટૂર્નામેન્ટ સહિત એક વર્ષમાં કુલ 49 સદી ફટકારી છે. વૈભવ સૂર્યવંશીને બાળપણથી જ ક્રિકેટનો શોખ હતો, વૈભવ સૂર્યવંશીનો જન્મ સમસ્તીપુર જિલ્લાના મોતીપુરમાં થયો હતો. પાંચ વર્ષની ઉંમરે તેના પિતા સંજીવે વૈભવ સૂર્યવંશીને પ્રેક્ટિસ નેટ કરાવવાનું શરૂ કર્યું.
આ માટે વૈભવના પિતાએ ઘરે નેટ લગાવી. ત્યારબાદ વૈભવે સમસ્તીપુરની ક્રિકેટ એકેડમીમાં એડમિશન લીધું. આ પછી મનીષ ઓઝા પાસેથી વૈભવે પટનાની જીસસ એકેડમીમાં ટ્રેનિંગ લીધી. વૈભવ સૂર્યવંશીની મહેનત રંગ લાવી અને તેને રણજી ટ્રોફીની છેલ્લી સિઝનમાં બિહાર માટે ડેબ્યૂ કરવાની તક મળી. પરંતુ અત્યાર સુધી તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કંઈ ખાસ કરી શક્યો નથી. તેને બે મેચમાં 7.75ની એવરેજથી 31 રન બનાવ્યા.
વૈભવ સાચે 13.5 વર્ષનો છે?
રમતગમતની સાથે સાથે વૈભવ તેની ઉંમરને લઈને પણ ચર્ચામાં રહે છે. વૈભવની ઉંમર કેટલી છે તેને લઈને દરેક ક્રિકેટ ફેન્સના મનમાં સવાલ છે. મીડિયા રિપોર્ટ મુજબ વૈભવ સૂર્યવંશીનો જન્મ 27 માર્ચ 2011ના રોજ થયો છે અને તેની હાલમાં ઉંમર આજે એટલે કે 16 સપ્ટેમ્બર 20ના રોજ 13 વર્ષ અને 171 દિવસ છે. પરંતુ વૈભવે એક મીડિયા સાથેના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે સપ્ટેમ્બર 2023માં 14 વર્ષનો થઈ જશે. એટલે કે જો વૈભવના તે નિવેદનને મુજબ માનીયે તો આ મહિનાની 23 તારીખે વૈભવની ઉંમર બરાબર 15 વર્ષ હશે.
વૈભવ સૂર્યવંશીએ રમી ચૂક્યો છે ઘણી મોટી ટુર્નામેન્ટ
વૈભવ સૂર્યવંશીએ ગયા વર્ષે ચાર દેશોની અંડર-19 સિરીઝ દરમિયાન ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે અડધી સદી ફટકારી હતી. ત્યારબાદ વૈભવ ઈન્ડિયા બી અંડર-19 ટીમનો ભાગ હતો. વૈભવ રણજી ટ્રોફી સિવાય કેટલીક મોટી ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યો છે. જેમાં હેમંત ટ્રોફી, વિનુ માંકડ ટ્રોફી અને કૂચ બિહાર ટ્રોફી સામેલ છે. કૂચ બિહાર ટ્રોફીમાં ઝારખંડ સામેની મેચમાં વૈભવ સૂર્યવંશીએ 128 બોલમાં 151 રન બનાવ્યા હતા, જેમાં 22 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. તેને આ જ મેચમાં 76 રન પણ બનાવ્યા હતા.













