- રોહિત એક કાર્યક્રમમાં તેની પત્ની સાથે હાજર હતા
- પાક.ના હાર્ડ બોલર વિશે પ્રશ્ન પૂછતા આપ્યો ફની જવાબ
- હું કોઈનું નામ નહીં લઉં, બહુ મોટા વિવાદો થાય છે
રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પાકિસ્તાનના સૌથી હાર્ડ બોલર વિશે પૂછવામાં આવે છે. ત્યારે રોહિતનો ફની જવાબ સાંભળીને બધા હસવા લાગે છે. તેમજ રોહિત કહે છે તે કોઈનું નામ નહીં લે કોન્ટ્રોવર્સી થઈ જશે.
રોહિતનો જવાબ સોશિયલ મીડિયા પર થયો વાયરલ
ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ દિવસોમાં ક્રિકેટથી દૂર છે. રોહિત વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ટેસ્ટ અને વનડે સીરિઝમાં કેપ્ટન તરીકે દેખાયો હતો, પરંતુ તે T20 સીરિઝમાં ટીમનો હિસ્સો નથી. રોહિત શર્મા આ દિવસોમાં અમેરિકામાં છે, જ્યાં તેણે એક ઈવેન્ટમાં ભાગ લીધો હતો જેમાં તેને ODI વર્લ્ડ કપ 2023 સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમાંથી પાકિસ્તાન ટીમને લઈને એક સવાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
રોહિતના જવાબથી સૌ કોઈ હસવા લાગ્યા
રોહિત શર્મા તેના અનોખા જવાબો માટે જાણીતો છે. રોહિતના જવાબોથી લોકોના ચહેરા પર હાસ્ય આવી જાય છે. આ વખતે પણ એવું જ થયું, જ્યારે તેણે પાકિસ્તાન ટીમના સૌથી હાર્ડ બોલર વિશે જવાબ આપ્યો. રોહિતનો જવાબ સાંભળીને ઈવેન્ટમાં હાજર તમામ લોકો હસવા લાગ્યા. રોહિત શર્માને પૂછવામાં આવ્યું કે, તમારા મતે પાકિસ્તાન ટીમમાં સૌથી હાર્ડ બોલર કોણ છે? રોહિતે પૂછ્યું કઈ ટીમમાં? પત્રકારે પ્રશ્નનું પુનરાવર્તન કર્યું, "પાકિસ્તાનની ટીમમાં."
ભારતીય કેપ્ટન આનો જવાબ આપતા કહે છે, “સબ અચ્છે બોલર હૈ યાર. હું કોઈનું નામ નહીં લઉં ભાઈ, નામ લેવાથી બહુ વિવાદ થાય છે ને બાકી... એકનું નામ લેવાય તો બીજાને ગમશે નહીં, બધા સારા ખેલાડી છે. રોહિતનો આ જવાબ સાંભળીને ત્યાં હાજર લોકો જોર જોરથી હસવા લાગે છે. ઈવેન્ટમાં હાજર રોહિત શર્માની પત્ની રિતિકા પણ હસવાનું રોકી શકતી નથી.
રોહિતે 2019 વર્લ્ડ કપ દરમિયાન પણ રસપ્રદ જવાબ આપ્યો હતો
વર્લ્ડ કપ 2019માં રોહિત શર્માએ પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં 140 રનની ઇનિંગ રમી હતી. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારે રોહિત શર્માને પૂછ્યું કે શું તે પાકિસ્તાની બેટ્સમેનોને કેટલીક ટિપ્સ આપવા માંગે છે? આના જવાબમાં રોહિત શર્માએ કહ્યું હતું કે જો હું ભવિષ્યમાં તેનો બેટિંગ કોચ બનીશ તો ચોક્કસ ટિપ્સ આપીશ, હવે શું કહેવું. રોહિત શર્માનો આ જવાબ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.