• શોએબ મલિકે અભિનેત્રી સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કર્યા
  • પહેલા લગ્ન વર્ષ 2002માં આયશા સિદ્દીકી સાથે કર્યા હતા
  • મલિકે ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા સાથે બીજા લગ્ન કર્યા

પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કર્યા છે. જ્યારે સના જાવેદે બીજા લગ્ન કર્યો છે. શોએબ મલિકે સના જાવેદે લગ્નની તસવીરો સોશિયલ મીડિયા શેર કરી છે. બધાના મનમા શોએબ મલિકની ત્રીજી પત્ની સના જાવેદ કોણ છે અને તેમણે બીજી પત્ની સાનિયા મિર્ઝાથી છૂટાછેડા લીધા છે કે નહીં તેના વિશે ઘણી ઉત્સૂકતા વધી રહી છે.

પાકિસ્તાની ક્રિકેટરના ત્રીજા લગ્ન

પાકિસ્તાની ક્રિકેટરે શોએબ મલિકે સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કરી લીધા છે. જ્યારથી તેની બીજી પત્ની સાનિયા મિર્ઝા સાથેના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારથી જ શોએબ મલિકના સના સાથેના અફેરના સમાચારો વધી રહ્યા હતા. શોએબ મલિકે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે 2010માં બીજી વખત લગ્ન કર્યા હતા. તેની પહેલી પત્ની આયશા સિદ્દીકી હતી. સાનિયા સાથેના લગ્ન સમયે શોએબ મલિકે તેની પહેલી પત્ની આયેશા સાથે કોઈપણ પ્રકારના સંબંધો ન હોવાનો ઈન્કાર કર્યો હતો, પરંતુ મામલો આગળ વધતા શોએબ મલિકે આયેશાને તલાક આપી દીધા હતા.

કોણ છે સના જાવેદ?

સના જાવેદ એક પાકિસ્તાની અભિનેત્રી છે. સના જાવેદ ઘણા સમયથી પાકિસ્તાનની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. તે અત્યાર સુધી અનેક પાકિસ્તાની નાટકોમાં જોવા મળી છે. સનાના ઘણા પ્રખ્યાત નાટકો છે, જે ભારતમાં પણ મોટા પ્રમાણમાં જોવામાં આવ્યા છે. સના જાવેદ પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. તેમના કેટલાક પ્રખ્યાત નાટકોમાં કાલા ડોરિયા, એ મુશ્ત-એ-ખાક, ડંક, રુસવાઈ, ડર ખુદા સે અને ઈન્તઝાર જેવા નામોનો સમાવેશ થાય છે.

સનાના પ્રથમ લગ્ન કોના જોડે થયા 

બીજી વખત લગ્ન કરનાર સના જાવેદ પાકિસ્તાની ક્રિકેટરની ત્રીજી પત્ની બની છે. આ પહેલા સનાએ 2020માં ઉમૈર જસવાલ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બંને વચ્ચે લાંબા સમય સુધી બધુ બરાબર રહ્યું ન હતું. તેમના છૂટાછેડાના સમાચારો સામે આવવા લાગ્યા હતા. આ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. સના અને ઉમૈરે પોતપોતાના સોશિયલ મીડિયા દ્વારા એકબીજાની તસવીરો ડિલીટ કરી દીધી છે. શોએબ મલિક અને સના જાવેદે સોશિયલ મીડિયા દ્વારા પોતાના લગ્નની માહિતીઓ શેર કરી હતી. આ માહિતી મોટાભાગના લોકોને ચોંકાવી દીધા હતા.

  • Follow us on: