- વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ઈશાન કિશન ફ્લોપ
- બંને મેચમાં સામાન્ય રનમાં કિશન આઉટ
- આજે બંને દેશ વચ્ચે ત્રીજી T-20 મેચ રમાશે
આજે ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 5 T-20 મેચ સીરિઝની ત્રીજી મેચ રમાશે. બંને ટીમ વચ્ચે ગુયાનામાં મેચ રમાશે. ભારતીય ટીમ આ સીરિઝની પ્રથમ બંને મેચ હારી ચૂરી છે, ત્યારે આજની મેચમાં ભારતીય ટીમ ફેરફાર સાથે મેદાનમાં ઉતરી શકે છે.
ઈશાનની જગ્યાએ જયસ્વાલને મળશે તક?
ભારતીય ટીમ મેનેજમેન્ટ ત્રીજી T-20 મેચમાં ઈશાન કિશનને બદલે યશસ્વી જયસ્વાલને તક આપી શકે છે. ઈશાન કિશને પ્રથમ T-20 મેચમાં 9 બોલ પર 6 રન કર્યા હતા, જ્યારે બીજી મેચમાં ઈશાન કિશને 23 બોલ પર 17 રન બનાવ્યા હતા. જો કે, ઈશાન કિશને વનડે સીરિઝમાં સારૂં પ્રદર્શન કર્યું હતું. ઈશાન કિશને ત્રણેય વનડે મેચમાં 50 રનનો આંકડો પાર કર્યો હતો. બીજી તરફ જયસ્વાલની વાત કરવામાં આવે તો, અત્યાર સુધી આ ખેલાડીને T-20 મેચમાં તક મળી નથી. જો કે, IPLમાં જયસ્વાલે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દિગ્ગજોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું.
જયસ્વાલને કેમ આપવી જોઈએ તક?
વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં યશસ્વી જયસ્વાલે ડેબ્યૂ કર્યું હતું. તે ડેબ્યૂ ટેસ્ટમાં 171 રનની ઈનિંગ રમ્યો હતો. આ ઉપરાંત જયસ્વાલ અત્યારે શ્રેષ્ઠ ફોર્મમાં ચાલી રહ્યો છે. જેથી ભારતીય ટીમ ઈશાન કિશનને બદલે યશસ્વી જયસ્વાલને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા આપી શકે છે. જો કે, હવે એ જોવું દિલચસ્પ રહેશે કે, ટીમ ઈન્યા કયા પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરશે. સાથે આ સીરિઝની વાત કરવામાં આવે તો, વેસ્ટ ઈન્ડીઝની ટીમ 2-0થી આગળ ચાલી રહી છે.