• ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે આજે બીજી  T-20 મેચ
  • 5  T-20 મેચની રમાશે સીરિઝ
  • પ્રથમ મેચ વેસ્ટ ઈન્ડીઝ જીત્યું હતું

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે T-20 સીરિઝની બીજી મેચ આજે ગુયાનામાં રમવામાં આવશે. ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચમાં 4 રન હાર થઈ હતી. જેથી ભારતીય ટીમ આજની પ્લેઈંગ ઈલેવમાં ફેરફાર કરી શકે છે. આજે ટીમ ઈન્ડિયા યશસ્વી જયસ્વાલને રમવાની તક આપી શકે છે. જેને લઈ પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે પ્રતિક્રિયા આપી છે. તેમનું માનવું છે કે, યશસ્વીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળવું જોઈએ.

પ્રથમ મેચમાં જયસ્વાલને ટીમમાં સ્થાન નહતું મળ્યું

યશસ્વીને સીરિઝની પ્રથમ T-20 મેચમાં જગ્યા મળી નહતી. જેથી જાફરે કહ્યું કે, હું યશસ્વીને રમતો જોવા માંગું છું. તે ઓપનિંગ સારૂં કરી શકે છે. હું જયસ્વાલને ઈશાનની જગ્યાએ જોવા માંગું છું. ઈશાનના T-20 ફોર્મેટની મને ચિંતા છે. તેમણે ગત 15 ઈનિંગમાં 40 રન પણ બનાવ્યા નથી. ઈશાન કિશનનો સ્ટ્રાઈક પણ ઓછો છે. આ કારણે ચિંતા છે, પરંતુ તે વનડે ફોર્મેટમાં સારૂં પ્રદર્શન કરે છે.

જયસ્વાલે IPLમાં સારૂં પ્રદર્શન કર્યું

જાફરનું માનવું છે કે, યશસ્વીએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ખેલાડીને તક મળવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, યશસ્વીએ IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે અત્યાર સુધી 37 મેચમાં 1 હજાર 172 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે એક સદી અને 8 ફિફ્ટી ફટકારી છે. યશસ્વીએ ગત સિઝનની 14 મેચમાં 625 રન બનાવ્યા હતા. જેમાં તેમણે 1 સદી અને 5 ફિફ્ટી ફટકારી હતી.

પ્રથમ મેચમાં ભારતની હાર

ઉલ્લેખનીય છે કે, ભારતની પ્રથમ T-20 મેચમાં 4 રન હાર થઈ છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડીઝે 149 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 145 રન બનાવ્યા હતા. ઈશાન કિશને 9 બોલ પર માત્ર 6 રન બનાવ્યા હતા. આ પહેલાં તેમણે 3 વનડે મેચમાં ફિફ્ટી ફટકારી હતી. આ સાથે શુભમન ગિલ 3 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે હાર્દિક પંડ્યા 19 રન બનાવીને આઉટ થયો હતો.

  • Follow us on: