- તિલક વર્માએ ડેબ્યૂ મેચમાં કર્યો કમાલ
- 39 રનની ઈનિંગ રમી
- કેપ્ટન હાર્દિક પંડ્યાએ કરી પ્રશંસા
તિલક વર્માએ વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ રમવામાં આવેલી પ્રથમ T-20 ઈન્ટરનેશનલના માધ્યમથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે. ઘરેલૂ ક્રિકેટમાં તિલક હૈદરાબાદ માટે રમે છે. સાથે IPLમાં તે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે. 20 વર્ષના બેટ્સમેન તિલક વર્માએ પોતાની પ્રથમ મેચમાં જ તૂફાની ઈનિંગ રમી છે. જેથી ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ તિલકને લઈ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, તિલક ભારત માટે ચમત્કાર કરશે.
22 બોલ પર 39 રન બનાવ્યા
પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં તિલક વર્માએ 22 બોલ પર 2 ફોર અને 3 સિક્સની મદદથી 39 રનની ઈનિંગ રમી છે. તાજેતરમાં રમવામાં આવેલી IPL 2023માં પણ તિલક શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેમણે મુંબઈ માટે 11 ઈનિંગમાં 164.11ના સ્ટ્રાઈક રેટ સાથે 343 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે એક ફિફ્ટી પણ ફટકારી હતી.
તિલકમાં આત્મવિશ્વાસ અને નિડરતા
ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ મેચ બાદ તિલક વર્માની ઈનિંગ અંગે ચર્ચા કરતા કહ્યું કે, જે પ્રકારે તિલકે પોતાની ઈનિંગની શરૂઆત કરી, તે જોવું સુઃખદ છે. અમુક સિક્સ સાથે પોતાનું આંતરરાષ્ટ્રીય કરિયર શરૂ કરવું ખરાબ નથી. તિલકમાં આત્મવિશ્વાસ અને નિડરતા છે. તે ભારત માટે ચમત્કાર કરશે.
ભારત મેચ હાર્યું
વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ રમવામાં આવેલી T-20 ઈન્ટરનેશનલ મેચમાં ટીમ ઈન્ડિયાની 4 રને હાર થઈ છે. મેજબાન વેસ્ટ ઈન્ડીઝે પહેલાં બેટિંગ કરીને 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 149 રન બનાવ્યા હતા. ટીમના કેપ્ટન રોવમેન પોવેલે 48 રનની ઈનિંગ રમી હતી.
ભારતે બનાવ્યા 145 રન
150 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 145 રન બનાવી શકી હતી. ટીમ માટે તિલક વર્માએ સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. ભારતના મોટાભાગના સ્ટાર બેટ્સમેન નિષ્ફળ સાબિત થયા હતા.