- આજે ભારત વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે પ્રથમ T20 મેચ
- બંને દેશ વચ્ચે 5 મેચની સીરિઝ રમાશે
- વનડે અને ટેસ્ટ સીરિઝ ઈન્ડિયાએ પોતાના નામે કરી
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે પ્રથમ T20 મેચ આજે સાંજે 8 વાગ્યે શરૂ થશે. બંને ટીમ વચ્ચેની આ મેચ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ પહેલા રમવામાં આવેલા વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ 200 રને જીત મેળવી હતી, ત્યારે આજની મેચમાં તમામ લોકોની નજર અનેક ખેલાડીઓ પર રહેશે.
સૂર્યકુમાર યાદવ
T20 ઈન્ટરનેશનલના નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવ વનડેમાં રમતા જોવા મળ્યા હતા. વનડેમાં સૂર્યા પોતાના બેટથી કાંઈ કમાલ કરી શક્યો નહતો. જેથી સૂર્યકુમાર યાદવ પર તમામ ફેન્સની નજર રહેશે. ઉલ્લેખનીય છે કે, T20 મેચમાં સૂર્યકુમાર આક્રામક મૂડમાં જોવા મળતા હોય છે.
ઈશાન કિશન
ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને વનડે સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઈશાને ત્રણેય વનડે મેચમાં કુલ 184 રન બનાવ્યા છે. ઈશાન વનડે સીરિઝમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન પણ રહ્યા છે.
નિકોલસ પૂરન
વેસ્ટ ઈન્ડીઝના સ્ટાર બેટ્સમેન નિકોલસ પૂરન તાજેતરમાં રમવામાં આવેલા મેજર લીગ ક્રિકેટમાં ફોર્મમા હતા. લીગમાં એમઆઈ ન્યૂયોર્કના કેપ્ટન બનેલા પૂરને ફાઈનલ મેચમાં 55 બોલ પર 131 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં પૂરને 10 ફોર અને 13 સિક્સ ફટકારી હતી.
કાઈલ મેયર્સ
વેસ્ટ ઈન્ડીઝના બેટ્સમેન કાઈલ મેયર્સ પોતાની આક્રામક બેટિંગ માટે પ્રખ્યાત છે. મેયર્સ અત્યાર સુધી વેસ્ટ ઈન્ડીઝ માટે 24 T-20 મેચ રમી ચૂક્યા છે. જેમાં તેમણે 135.77ની સ્ટ્રાઈક રેટ સાથે 482 રન બનાવ્યા છે. આ દરમિયાન કાઈલ મેયર્સે 3 ફિફ્ટી પણ ફટકારી છે.
હેટમાયર
વેસ્ટ ઈન્ડીઝ બેટ્સમેન શિમરોન હેટમાયર પણ તેની આક્રામક બેટિંગ માટે પ્રખ્યાત છે. હેટમાયર ખૂબ અનુભવી બેટ્સમેન છે. તે અત્યાર સુધી 50 T-20 મેચ રમી ચૂક્યા છે. જેમાં તેમણે 4 ફિફ્ટીની મદદથી 797 રન બનાવ્યા છે.