• ભારત-વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે પ્રથમ T-20 મેચ
  • 5 T-20 મેચની સીરિઝ રમાશે
  • ટીમ ઈન્ડિયા વનડે અને ટેસ્ટ સીરિઝ જીત્યું

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાયેલી પ્રથમ T-20 મેચમાં વેસ્ટ ઈન્ડીઝની 4 રને જીત થઈ છે. ટોસ જીતીને વેસ્ટ ઈન્ડીઝે પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન વેસ્ટ ઈન્ડીઝે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 149 રન બનાવ્યા હતા. જેથી ભારતને જીત માટે 150 રનનો ટાર્ગેટ મળ્યો હતો. 150 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 145 રન બનાવી શકી હતી. વેસ્ટ ઈન્ડીઝના બોલર જેસન હોલ્ડરે 4 ઓવર નાખીને 2 વિકેટ લીધી છે, જ્યારે ઓબેદ મેકકોયેને પણ 4 ઓવરમાં 2 વિકેટ લીધી છે.

ભારતની ઈનિંગ

145/9 (ઓવર 20)- 150 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 145 રન બનાવ્યા છે. જેથી વેસ્ટ ઈન્ડીઝની 4 રને જીત થઈ છે.  આ છેલ્લી ઓવરમાં ભારતે કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહ આઉટ થયા છે.

140/7(ઓવર 19)- ભારતીય ટીમને 19મી ઓરમાં 7મો ઝટકો લાગ્યો છે. ઓબેદ મેકકોયે 19મી ઓવરમાં અક્ષર પટેલને આઉટ કર્યો છે. જેથી ભારત માટે કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહ બેટિંગ કરી રહ્યા છે.

129/6(ઓવર 18)-  વેસ્ટ ઈન્ડીઝ માટે 18મી ઓવર નાખવા માટે જેસન હોલ્ડર આવ્યો હતો. જેસન હોલ્ડરે પોતાની ઓવરમાં 11 રન આપ્યા છે.

118/6(ઓવર 17)-  અલ્ઝારી જોસેફે વેસ્ટ ઈન્ડીઝ માટે 17મી ઓવર નાખી હતી. આ ઓવરમાં જોસેફે 5 રન આપ્યા છે. 

113/6(ઓવર 16)-  150 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને છઠ્ઠો ઝટકો લાગ્યો છે. વેસ્ટ ઈન્ડીઝના બોલર જેસન હોલ્ડરે મેડન ઓવર ફેંકવા સાથે ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાને આઉટ કર્યો છે. સાથે જ 16મી ઓવરમાં સંજૂ સેમજન રન આઉટ થયો છે. જેથી અત્યારે ભારતીય ટીમ તરફથી કુલદીપ યાદવ અને અક્ષર પટેલ બેટિંગ કરી રહ્યા છે.

113/4(ઓવર 15)-  વેસ્ટ ઈન્ડીઝ માટે 13મી ઓવર નાખવા માટે ઓબેદ મેકકોય આવ્યો છે. એબેદે આ ઓવરમાં 1 સિક્સ અને 1 ફોર સાથે 15 રન બનાવ્યા છે.

98/4(ઓવર 14)- રોમારિયો શેફર્ડે 14મી ઓવરમાં એક વાઈડ અને એક ફોર સાથે 8 રન આપ્યા છે. જેથી 14 ઓવરના અંતે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાને 98 રન થયો છે.

90/4(ઓવર 13)- વેસ્ટ ઈન્ડીઝ માટે 13મી ઓવર નાખવા માટે અકીલ હોસેને આવ્યો હતો. અકીલે આ ઓવરમાં 7 રન આપ્યા છે.

83/4(ઓવર 12)- વેસ્ટ ઈન્ડીઝ માટે 12મી ઓવર નાખવા આવેલા અલ્ઝારી જોસેફે 6 રન આપ્યા છે. જેથી 12 ઓવરના અંતે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાને 83 રન થયો છે.

77/4(ઓવર 11)- રોમારિયો શેફર્ડે ભારતને ચોથો ઝટકો આપ્યો છે. 12મી ઓવરમાં શેફર્ડે 22 બોલ પર 39 રન કરનારા તિલક વર્માને આઉટ કર્યો છે. હવે ભારત માટે કેપ્ટન હાર્દિક પંડ્યા અને સંજૂ સેમસન બેટિંગ કરી રહ્યા છે.

70/3(ઓવર 10)- વેસ્ટ ઈન્ડીઝ માટે 10મી ઓવર નાખવા આવેલા જેસન હોલ્ડરે ભારતને ત્રીજો ઝટકો આપ્યો છે. જેસન હોલ્ડરે સૂર્યકુમાર યાદવે આઉટ કર્યો છે. સૂર્યકુમાર યાદવ 21 બોલ પર 21 રન બનાવીને આઉટ થયો છે. જેથી અત્યારે ભારત માટે તિલક વર્મા અને કેપ્ટન હાર્દિક પંડ્યા બેટિંગ કરી રહ્યા છે.

66/2(ઓવર 9)- વેસ્ટ ઈન્ડીઝ માટે 9મી ઓવર નાખવા માટે અકીલ હોસેન આવ્યો છે. આ ઓવરમાં અકીલે માત્ર 3 રન આપ્યા છે. જેથી 9 ઓવર બાદ ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાને 66 રન થયો છે.

63/2(ઓવર 8)- રોમારિયો શેફર્ડ વેસ્ટ ઈન્ડીઝ માટે 8મી ઓવર નાખવા આવ્યો છે. આ ઓવરમાં શેફર્ડ 13 રન આપ્યા છે. આ 13 રનમાં એક સિક્સ અને 1 ફોર સામેલ છે.

50/2(ઓવર 7)- વેસ્ટ ઈન્ડીઝ માટે 7મી ઓવર નાખવા માટે જેસન હોલ્ડર આવ્યો છે. જેસન હોલ્ડરે પોતાની આ ઓવરમાં 5 રન આપ્યા છે.

45/2(ઓવર 6)- વેસ્ટ ઈન્ડીઝના બોલર અલ્ઝારી જોસેફે છઠ્ઠી ઓવર નાખી હતી. જેમાં જોસેફે 17 રન આપ્યા છે. જેથી 6 ઓવરના અંતે ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાને 45 રન થયો છે.

28/2(ઓવર 5)- 5મી ઓવરમાં ભારતને બીજો ઝટકો લાગ્યો છે. ઓબેદ મેકકોયે 6 રન આપવા સાથે ભારતના ઓપનર ઈશાન કિશનને આઉટ કર્યો છે. અત્યારે ભારત માટે સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા બેટિંગ કરી રહ્યા છે.

22/1(ઓવર 4)- અલ્ઝારી જોસેફ વેસ્ટ ઈન્ડીઝ માટે ચોથી ઓવર નાખવા આવ્યો છે. જેમાં જોસેફે એક સિક્સ અને એક ફોર સાથે 22 રન કર્યા છે. 

10/1(ઓવર 3)-  વેસ્ટ ઈન્ડીઝ માટે ત્રીજી ઓવર અકીલ હોસેને નાખી છે. જેમાં હોસેને 5 રન આપ્યા છે. સાથે ભારતીય ટીમને પ્રમથ ઝટકો લાગ્યો છે. હોસેને ભારતીય ઓપનર શુભમન ગિલને આઉટ કર્યો છે. શુભમન ગિલ 9 બોલ પર 3 રન બાનાવીને આઉટ થયો છે. અત્યારે સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન બેટિંગ કરી રહ્યા છે.

05/1(ઓવર 2)- બીજી ઓવર નાખવા આવેલા ઓબેદ મેકકોયે માત્ર 2 રન આપ્યા છે. જેથી બીજી ઓવરના અંતે ભારતનો સ્કોર 5 રન છે.

03/0(ઓવર 1)- વેસ્ટ ઈન્ડીઝ માટે પ્રથમ ઓવર અકીલ હોસેને નાખી છે.  જેમાં અકીલે 3 રન આપ્યા છે. ભારત તરફથી ઈશાન કિશન અને શુભમન ગિલે ઓપનિંગ કર્યું છે.

ભારત- વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ T-20 મેચમાં વેસ્ટ ઈન્ડીઝે 6 વિકેટના નુકસાને 149 રન બનાવ્યા છે.જેથી ભારતને જીત માટે 150 રનનો ટાર્ગેટ મળ્યો છે. વેસ્ટ ઈન્ડીઝ તરફથી કેપ્ટન રોમવેલ પોવેલે સૌથી વધુ 48 રન કર્યા છે, જ્યારે નિકોલસ પૂરને 41 રન બનાવ્યા છે. ભારતના બોલરની વાત કરવામાં આવે, તો ભારતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ લીધી છે, જ્યારે કુલદીપ યાદવે 4 ઓવર નાખીને 20 રન આપ્યા છે. આ સાથે જ કુલદીપે 1 વિકેટ પણ લીધી છે. આ ઉપરાંત અર્શદીપ સિંહે 4 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે જ યુઝવેન્દ્ર ચહલે 3 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ લીધી છે.

વેસ્ટ ઈન્ડીઝની ઈનિંગ

140/6 (ઓવર 20)- ભારત માટે ઈનિંગની છેલ્લી ઓવર ડેબ્યૂ કરનારા ખેલાડી મુકેશ કુમારે નાખી હતી. આ ઓવરમાં મુકેશ કુમારે 9 રન આપ્યા છે.

140/6 (ઓવર 19)-ભારત માટે 19મી ઓવર નાખવા આવેલા અર્શદીપ સિંહે ભારતને છઠ્ઠી સફળતા અપાવી છે. અર્શદીપે 12 બોલ પર 10 રન કરનારા વેસ્ટ ઈન્ડીઝનો ખેલાડી શિમરોન હેટમાયર અને 32 બોલ પર 48 રન કરનારા વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન રોવમેન પોવેલને આઉટ કર્યા છે. જેથી વેસ્ટ ઈન્ડીઝ માટે અત્યારે અને રોમારિયો શેફર્ડ અને જેસન હોલ્ડર બેટિંગ કરી રહ્યા છે.

134/4 (ઓવર 18)- મુકેશ કુમારે ભારત માટે 18મી ઓવર નાખી હતી. જેમાં તેમણે 6 રન આપ્યા છે.

128/4 (ઓવર 17)- ભારત માટે 17મી ઓવર નાખવા આવેલા અર્શદીપ સિંહે એક સિક્સ અને એક ફોર સાથે 13 રન આપ્યા છે.

115/4(ઓવર 16)- ભારતીય ટીમ માટે 16મી ઓવર નાખવા આવેલા યુઝવેન્દ્ર ચહલે 8 રન આપ્યા છે. જેથી 16 ઓવરના અંતે વેસ્ટ ઈન્ડીઝનો સ્કોર 115 રન થયો છે.

107/4(ઓવર 15)- ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમને ચોથી સફળતા અપાવી છે. હાર્દિક પંડ્યાએ પૂરનને આઉટ કર્યો છે. 31 બોલ પર 41 રન બનાવીને પૂરન આઉટ થયો છે. પૂરને હાર્દિક પંડ્યાની બોલ પર સિક્સ ફટકારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તિલક વર્માએ પૂરનનો કેચ પકડ્યો છે. હવે વેસ્ટ ઈન્ડીઝ માટે કેપ્ટન રોમવેન પોવેલ અને હેટમાયર બેટિંગ કરી રહ્યા છે.

96/3(ઓવર 14)- ભારતીય ટીમ માટે 14મી ઓવર નાખવા આવેલા કુલદીપ યાદવે એક વાઈડ સાથે 4 રન આપ્યા છે. 

92/3(ઓવર 13)- પોતાની પ્રથમ ઓવરમાં 2 વિકેટ લેનારા યુઝવેન્દ્ર ચહલે ભારત માટે 13મી ઓવર નાખી હતી. જેમાં ચહલે 5 રન આપ્યા છે. જેથી 13 ઓવરના અંતે વેસ્ટ ઈન્ડીઝનો સ્કોર 92 રન થયો છે. વેસ્ટ ઈન્ડીઝ માટે અત્યારે નિકોલસ પૂરન અને કેપ્ટન રોમવેલ પોવેલ બેટિંગ કરી રહ્યા છે.

87/3(ઓવર 12)- ભારતીય ટીમ તરફથી 12મી ઓવર નાખવા કુલદીપ યાદવ આવ્યો હતો. આ ઓવરમાં કુલદીપે 1 ફોર સાથે 7 રન આપ્યા છે.

80/3(ઓવર 11) ભારતીય ટીમ તરફથી 11મી ઓવર કેપ્ટન હાર્દિક પંડ્યાએ નાખી છે. જેમાં હાર્દિક પંડ્યાએ 1 વાઈડ બોલ સાથે 11 રન આપ્યા છે. જેથી 11 ઓવર બાદ વેસ્ટ ઈન્ડીઝનો સ્કોર 3 વિકેટના નુકસાને 80 રન થયો છે.

69/3(ઓવર 10)- કુલદીપ યાદવે ભારત માટે 10મી ઓવર નાખી હતી. જેમાં કુલદીપે 6 રન આપ્યા છે.

63/3(ઓવર 9)- ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ બીજી સફળ ઓવર નાખી છે. હાર્દિક પંડ્યાએ 9મી ઓવરમાં માત્ર 2 રન આપ્યા છે. જેથી 9 ઓવર બાદ 3 વિકેટના નુકસાને વેસ્ટ ઈન્ડીઝનો સ્કોર 63 રન થયો છે.

61/ 3(8 ઓવર)- ભારતીય ટીમ તરફથી 8મી ઓવર નાખવા આવેલા કુલદીપ યાદવે ભારતને ત્રીજી સફળતા અપાવી છે. કુલદીપ યાદવે જોનસન ચાર્લ્સને આઉટ કર્યો છે. જેથી અત્યારે વેસ્ટ ઈન્ડીઝ માટે નિકોલસ પૂરન અને કેપ્ટન રોવમેન પોવેલ બેટિંગ કરી રહ્યા છે.

57/2(6 ઓવર)- ભારતીય ટીમ તરફથી 7મી ઓવર નાખવા માટે કેપ્ટન હાર્દિક પંડ્યા આવ્યો હતો. હાર્દિકે પોતાની પ્રથમ ઓવરમાં માત્ર 3 રન આપ્યા છે.

54/2(6 ઓવર)- ભારત તરફથી છઠ્ઠી ઓવર અક્ષર પટેલે નાખી હતી. આ ઓવરમાં અક્ષરે 14 રન આપ્યા છે. જેથી વેસ્ટ ઈન્ડીઝની ટીમે 6 ઓવર બાદ 2 વિકેટના નુકસાને 54 રન કર્યા છે.

40/2 (5 ઓવર)- ભારત માટે 5મી ઓવર નાખવા આવેલા યુઝવેન્દ્ર ચહલે ભારતને સફળતા અપાવી છે. ચહલે ઓવરના પ્રથમ બોલ પર જ કાયલ મેયર્સને LBW આઉટ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્ચો છે, જ્યારે બ્રૈંડન કિંગને ત્રીજા બોલ પર LBW આઉટ કર્યો છે. અત્યારે વેસ્ટ ઈન્ડીઝ માટે નિકોલસ પૂરન અને  જોનસન ચાર્લ્સ બેટિંગ કરી રહ્યા છે.

29/0 (4 ઓવર)- ભારત માટે ચોથી ઓવર અક્ષર પટેલે નાખી હતી. અક્ષરે પોતાની ઓવરમાં 1 સિક્સ સાથે 8 રન આપ્યા છે.

21/ 0(3 ઓવર)- અર્શદીપ સિંહે ભારત માટે ત્રીજી ઓવર નાખી છે. જેમાં અર્શદીપે 5 રન આપ્યા છે. જેથી ત્રણ ઓવરના અંતે વેસ્ટ ઈન્ડીઝનો સ્કોર 21 રન થયો છે. વેસ્ટ ઈન્ડીઝ તરફથી કાયલ મેયર્સ 5 બોલ પર શૂન્ય રન અને બ્રૈંડન કિંગ 13 બોલ પર 21 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.

16/ 0(2 ઓવર)- ભારત તરફથી બીજી ઓવર ભારત માટે T-20માં ડેબ્યૂ કરનારા મુકેશ કુમારે નાખી હતી. આ ઓવરમાં મુકેશે 2 ફોર સાથે 9 રન આપ્યા છે. 

07/ 0(1 ઓવર)- ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાતી પ્રથમ T-20 મેચમાં વેસ્ટ ઈન્ડીઝના ખેલાડી બ્રૈંડન કિંગ અને કાયલ મેયર્સે ઓપનિંગ કર્યું છે. પ્રથમ ઓવરના વેસ્ટ ઈન્ડીઝે 7 રન બનાવ્યા છે. ભારત તરફથી આ ઓવર અર્શદીપ સિંહે નાખી હતી.

વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીત્યો

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 5 મેચની T-20 સીરિઝની પ્રથમ મેચ માટે ટોસ થયો છે. આ ટોસ વેસ્ટ ઈન્ડીઝે જીત્યો છે. વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ પહેલાં ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ટેસ્ટ અને વનડે સીરિઝ રમવામાં આવી હતી. આ બંને સીરિઝ ટીમ ઈન્ડિયા જીત્યું છે.

ભારત-વેસ્ટ ઈન્ડીઝ હેડ ટૂ હેડ

ભારત અને વેસ્ટ ઈન્ડીઝની ટીમ 25 T-20 ઈન્ટરનેશનલ મેચ રમી ચુકી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 17 મેચ અને વેસ્ટ ઈન્ડીઝે 7 મેચ જીતી છે. અન્ય એક મેચનું પરિણામ આવ્યું નથી. બંને ટીમના હેડ ટૂ હેડની વાત કરવામાં આવે, તો ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડીઝથી ઘણી આગળ છે. ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે પ્રથમ T-20 મેચ 2009માં રમાઈ હતી. જેમાં વેસ્ટ ઈન્ડીઝે 7 વિકેટે જીત મેળવી હતી.

3 વખત વેસ્ટ ઈન્ડીઝને ક્લીન સ્વીપ કર્યું

બંને ટીમ વચ્ચે છેલ્લી T-20 ઈન્ટરનેશનલ મેચ 7 ઓગસ્ટ, 2022એ રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ 88 રને જીત મેળવી હતી. ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાયેલી છેલ્લી 3 T-20 મેચમાં ભારતની જીત થઈ છે. વેસ્ટ ઈન્ડીઝે છેલ્લે 2017માં ભારત વિરુદ્ધ T-20 સીરિઝ જીતી હતી. જે બાદ બંને ટીમ વચ્ચે 5 સીરિઝ થઈ હતી. આ તમામ સીરિઝ ભારત જીત્યું હતું. એમાં પણ ત્રણ સીરિઝમાં તો ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડીઝને ક્લીન સ્વીપ કર્યું છે.

ભારત 200મી T20 મેચ રમ્યું

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે આજે રમાયેલી આ T20 સીરિઝની પ્રથમ મેચ ટીમ ઈન્ડિયા માટે ઐતિહાસિક બની છે. કારણ કે, ભારતીય ટીમ 200મી T20 મેચ રમવા મેદાનમાં ઉતરી હતી. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 199 મેચ રમી હતી.

પ્લેઈંગ ઈલેવન-

ભારત- શુભમન ગિલ, ઈશાનકિશન(વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા(કેપ્ટન), સંજૂ સેમસન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર

વેસ્ટ ઈન્ડીઝ- બ્રૈંડન કિંગ, કાયલ મેયર્સ, જોનસન ચાર્લ્સ(વિકેટકીપર), નિકોલસ પૂરન, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ(કેપ્ટન), જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ, અકીલ હોસેન, અલ્ઝારી જોસેફ, ઓબેદ મેકકોય

  • Follow us on: