- આવતીકાલે પ્રથમ T-20 મેચ
- 5 T-20 મેચની સીરિઝ રમાશે
- ટીમ ઈન્ડિયામાં ક્યા ખેલાડીને મળશે તક?
ભારતે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ 3 વનડે મેચની સીરિઝમાં 2-1થી જીત મેળવી છે, ત્યારે હવે બંને દેશ વચ્ચે 5 T-20 મેચની સીરિઝ રમવામાં આવશે. આ સીરિઝની પ્રથમ મેચ આવતીકાલે રમવામાં આવશે, ત્યારે આવતીકાલની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં કયા ખેલાડીને સ્થાન આપવું તે નક્કી કરવું ટીમ ઈન્ડિયા માટે સરળ રહેશે નહીં.
પ્લેઈંગ ઈલેવન નક્કી કરવું અઘરૂં બનશે
ઈશાન કિશને વનડે સીરિઝમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. સાથે ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે સારૂં પ્રદર્શન કર્યું હતું. જેથી વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ T-20 મેચમાં પ્લેઈંગ ઈલેવન નક્કી કરવું ટીમ મેનેજમેન્ટ માટે સરળ રહેશે નહીં. ઈશાન કિશન અને યશસ્વી જયસ્વાલ બંનેમાંથી પ્લેઈંગ ઈલેવનમાં કોને સ્થાન મળશે તે મોટો સવાલ છે. આ ઉપરાંત ટીમ ઈન્ડિયા તિલક વર્માને પણ તક આપી શકે છે.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન-
યશસ્વી જયસ્વાલ/ઈશાન કિશન, શુભમન ગિલ, સંજૂ સેમસન(વિકેટકીપર),તિલક વર્મા,સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા(કેપ્ટન), અક્ષર પટેલ, આવેશ ખાન, અર્શદીપસિંહ, યુઝવેન્દ્ર ચહલ અને ઉમરાન મલિક