- ચહલને લઈ શાર્દુલ ઠાકુરે આપી પ્રતિક્રિયા
- ચહલ ટીમ ઈન્ડિયાનો સારો ખેલાડી
- એક સીરિઝમાં તક ન મળવાથી કાંઈ ફરક પડે નહીં
ભારતે અને વેસ્ટ ઈન્ડીઝને વનડે સીરિઝમાં 2-1થી હરાવ્યું છે. આ પહેલાં ટેસ્ટ સીરિઝમાં 1-0થી જીત મેળવી હતી. હવે ભારત વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ T-20 સીરિઝ રમશે. ભારતે વનડે સીરિઝમાં યુઝવેન્દ્ર ચહલને ટીમમાં સ્થાન આપ્યું નહતું. જેથી ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે ચહલને લઈ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ચહલ સારો બોલર છે અને ચહલે ટીમ માટે અનેક વખત સારું પ્રદર્શન કર્યું છે. એક સીરિઝમાં ન રમવાથી ચહલને કાંઈ ફરક પડશે નહીં.
યુઝવેન્દ્ર ચહલ ખુબ સારો ખેલાડી
શાર્દુલે ચહલની પ્રશંસા કરતા કહ્યું કે, અમારી બેંચ સ્ટ્રેંથ ખુબ સારી છે. એવું અનેક વખત થાય છે કે, કોઈ ખેલાડી એક સીરિઝમાં અથવા અમુક મેચમાં ન રમી શકે, પરંતુ યુઝવેન્દ્ર ચહલ ખુબ સારો ખેલાડી છે. ચહલે ગત વર્ષોમાં ખુબ સારૂં પ્રદર્શન કર્યું છે. ચહલે ખુદને સાબિત કર્યો છે. જો તે સીરિઝ નથી રમી શકતો, તો તે ટીમ મેનેજમેન્ટનો નિર્ણય છે. હું આ નિર્ણય પર કાંઈ કહી શકું નહીં.
ચહલના આત્મવિશ્વાસમાં કાંઈ ફરક નહીં પડે
શાર્દુલે ચહલને લઈને કહ્યું કે, ચહલ જ્યારે પણ રમશે, ત્યારે સારૂં પ્રદર્શન કરશે. તે હંમેશા વિકેટ લે છે. તેમનું યોગદાન ટીમની સફળતામાં મહત્વનું છે. મને લાગે છે કે, કોઈ એક સીરિઝમાં ન રમવાથી ચહલના આત્મવિશ્વાસમાં કાંઈ ફરક પડશે નહીં. ચહલ ભારત માટે મેચ વિનિંગ પરફોર્મન્સ કરી ચૂક્યો છે.
વનડેમાં 121 વિકેટ લીધી
ઉલ્લેખનીય છે કે, ચહલ T-20 સાથે વનડે ફોર્મેટમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે. તેમણે અત્યાર સુધી રમેલી 69 ઈનિંગમાં 121 વિકેટ લીધી છે. ચહલે આ દરમિયાન 5 વખત 4 વિકેટ લીધી છે. ચહલે 74 T-20 ઈન્ટરનેશનલ ઈનિંગમાં 91 વિકેટ લીધી છે. આ દરમિયાન ચહલે 2 વખત 4 વિકેટ લીધી છે.