- આવતીકાલે ભારત-વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે મેચ
- ગુયાનામાં રમવામાં આવશે મેચ
- વેસ્ટ ઈન્ડીઝ 1-0થી આગળ
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T-20 સીરિઝની બીજી મેચ આવતીકાલે રમવામાં આવશે. આ મેચ ગુયાનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં રમવામાં આવશે. પ્રથમ T-20 મેચમાં ટીમ ઈન્ડિયાની 4 રને હાર થઈ હતી. જેથી બીજી મેચમાં ભારતીય ટીમ હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 8 વાગ્યે શરૂ થશે.
તિલક વર્માએ બનાવ્યા 39 રન
પ્રથમ T-20 મેચમાં ડેબ્યૂ કરનારા તિલક વર્માએ 22 બોલ પર 39 રનની ઈનિંગ રમી હતી. આ ખેલાડીને બાદ કરતાં કોઈ પણ ખેલાડી બેટિંગમાં સારૂં પ્રદર્શન કરી શક્યો નહતો. જેથી હાર્દિક પંડ્યાની નૈતૃત્વવાળી ટીમ ઈન્ડિયા બીજી મેચમાં પલટવાર કરવા માટે મેદાનમાં ઉતરશે.
ફેરફાર વિના બંને ટીમ ઉતરી શકે
વેસ્ટ ઈન્ડીઝે પ્રથમ T-20 મેચ જીતી હતી. જેથી વેસ્ટ ઈન્ડીઝ ટીમ પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યા વિના મેદાનમાં ઉતરી શકે છે. સાથે જ પ્રથમ T-20 મેચમાં હારનો સામનો કરનારી ટીમ ઈન્ડિયા પણ બીજી T-20 મેચમાં કોઈ ફેરફાર કર્યા વિના મેદાનમાં ઉતરી શકે છે.
પિચ રિપોર્ટ
ગુયાનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં રમાનારી મેચની પિચની વાત કરવામાં આવે તો, અહીં રન બનાવવા સરળ નથી. અત્યાર સુધી આ મેદાન પર 11 T-20 મેચ રમવામાં આવી છે. આ તમામ મેચમાં પ્રથમ ઈનિંગમાં સરેરાશ સ્કોર 123 રનનો જોવા મળ્યો છે. આ મેચમાં અત્યાર સુધી રમાયેલી મેચમાં 5 વખત પહેલાં બોલિંગ કરનારી ટીમની જીત થઈ છે, જ્યારે 3 વખત પહેલાં બેટિંગ કરનારી ટીમની જીત થઈ છે.
બંને દેશની સંભવિત પ્લેઈંગ ઈલેવન-
ભારત- શુભમન ગિલ, ઈશાન કિશન(વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા(કેપ્ટન), સંજૂ સેમસન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર.
વેસ્ટ ઈન્ડીઝ- બ્રૈંડન કિંગ, કાયલ મેયર્સ, જોનસન ચાર્લ્સ, નિકોલસ પૂરન(વિકેટકીપર), શિમરન હેટમાયર, રોવમેન પોવેલ(કેપ્ટન), જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ, અકીલ હુસેન, અલ્ઝારી જોસેફ, ઓબેદ મેકકોય.