ટીમ ઈન્ડિયા હાલમાં ન્યૂઝીલેન્ડ સાથે પુણેમાં ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. આ શ્રેણીમાં ભારતીય ટીમનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. ટીમ ઈન્ડિયા આ શ્રેણી હારી ગઈ છે. આ શ્રેણી પછી રોહિત શર્માના નેતૃત્વમાં ભારતને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવો પડશે. જ્યાં બંને ટીમો બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમશે.


ટીમની થઇ ચૂકી છે જાહેરાત 

બીસીસીઆઈ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની 18 સભ્યોની ટીમની જાહેરાત કરી ચૂકી છે. જેમાં ઝડપી બોલર મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં આવ્યો નથી, જે ખૂબ જ આશ્ચર્યજનક છે. જો કે, મોહમ્મદ શમી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં વાપસી કરી શકે છે કે કેમ તે અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે.

શું શમી વાપસી કરશે?

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ફાસ્ટ બોલર રણજી ટ્રોફીમાં પોતાની ફિટનેસ સાબિત કર્યા બાદ મોહમ્મદ શમીના ટીમમાં સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવશે. અગાઉ અહેવાલ મુજબ શમી દિવાળી પછી નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં બેંગલુરુમાં કર્ણાટક સામે બંગાળની ચોથા રાઉન્ડની મેચમાં રમે તેવી શક્યતા છે. ,

BCCIએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણી માટે મોહમ્મદ શમી વિના ટીમની જાહેરાત કરી છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે શમીને રણજી ટ્રોફીની કેટલીક મેચ રમ્યા બાદ ટીમમાં સામેલ કરવામાં આવશે. પરંતુ ટીમ મેનેજમેન્ટે શમીને ઉતાવળ ન કરાવાનો નિર્ણય કર્યો અને ફાસ્ટ બોલરને સમયસર સ્વસ્થ થવા દીધો.

તમને જણાવી દઈએ કે, મોહમ્મદ શમી છેલ્લે 2023ના ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા મળ્યો હતો. જે બાદ શમી ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર છે. હવે નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં બંગાળ અને કર્ણાટક વચ્ચે મેચ રમાશે. આ મેચ બેંગલુરુમાં જ રમાવાની છે. મોહમ્મદ શમી આ મેચમાં બંગાળ તરફથી રમતા જોવા મળી શકે છે.


  • Follow us on: