• હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક છૂટાછેડાને લઇ ચર્ચામાં છે
  • નતાશાએ થોડા દિવસો પહેલા ઈન્સ્ટાગ્રામ પરથી હાર્દિકની સરનેમ હટાવી
  • આ પછી સોશિયલ મીડિયા પર છૂટાછેડાની અટકળો શરૂ થઇ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચે છૂટાછેડાના સમાચાર ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. નતાશા સ્ટેનકોવિચે થોડા દિવસો પહેલા ઈન્સ્ટાગ્રામ પરથી હાર્દિકની સરનેમ હટાવી દીધી હતી. આ પછી લોકોએ સોશિયલ મીડિયા પર છૂટાછેડાની અટકળો શરૂ કરી. જો કે આ મામલે બંનેએ હજુ સુધી ખુલીને કશું કહ્યું નથી.

તેના પુત્રથી અલગ રહે છે ધવન

જો હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડા થઈ જશે તો પુત્ર અગસ્ત્યની કસ્ટડી કોને મળશે, તેવા સવાલો લોકો સોશિયલ મીડિયા પર પૂછી રહ્યા છે. શિખર ધવનની જેમ હાર્દિક પંડ્યાને પણ તેના પુત્રથી અલગ રહેવું પડશે? તમને જણાવી દઈએ કે સગીર બાળક પર માતા-પિતા બંનેનો સમાન અધિકાર છે. જો બંને આ બાબતે સહમત ન થાય તો મામલો ફેમિલી કોર્ટમાં જાય છે. ફેમિલી કોર્ટ, માતા-પિતાને સાંભળ્યા પછી, કોને કસ્ટડી આપવી તે નક્કી કરે છે.


નતાશાને મળી શક છે પુત્રની કસ્ટડી

હિંદુ બાળકોના કિસ્સામાં, વાલીપણાનો વિષય હિંદુ લઘુમતી અને વાલીત્વ અધિનિયમ, 1956 હેઠળ આવરી લેવામાં આવે છે. આ મુજબ જો બાળકની ઉંમર 5 વર્ષથી ઓછી હોય તો તેની કસ્ટડી માતાને સોંપવામાં આવે છે. જો બાળકની ઉંમર 9 વર્ષથી વધુ હોય, તો તે કોર્ટમાં પોતાનો કેસ રજૂ કરી શકે છે કે તેણે કોની સાથે રહેવું છે. પુત્રીના કિસ્સામાં, કસ્ટડી ફક્ત માતાને જ આપવામાં આવે છે. હાર્દિક પંડ્યાના પુત્ર અગસ્ત્યનો જન્મ 20 જુલાઈ 2020ના રોજ થયો હતો. આ સ્થિતિમાં અગસ્ત્યની ઉંમર હવે 3 વર્ષ 10 મહિનાની આસપાસ છે. આવી સ્થિતિમાં, એવી સંભાવના છે કે જો હાર્દિક અને નતાશા અલગ થઈ જાય તો અગસ્ત્યની કસ્ટડી માતા નતાશાને સોંપવામાં આવે. શિખર ધવનના પુત્ર જોરાવરની કસ્ટડી માતા પાસે છે. આયેશા મુખર્જી તેના પુત્ર સાથે ઓસ્ટ્રેલિયામાં રહે છે.

  • Follow us on: