• વનડે વર્લ્ડકપની ફાઈનલમાં ભારતની હાર
  • હવે 2024માં રમવામાં આવશે T-20 વર્લ્ડકપ
  • અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં T-20 વર્લ્ડકપનું કરાયું આયોજન

તાજેતરમાં ભારતીય ટીમને વર્લ્ડકપની ફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, આ પહેલાં ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં સળંગ 10 મેચ જીતી હતી, પરંતુ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે માત આપી હતી. ભારતીય ટીમની હાર બાદ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીના આગામી ભવિષ્ય પર સવાલ ઉઠી રહ્યા છે. ખાસ કરીને બંને દિગ્ગજોના T-20 ફોર્મેટ રમવા પર. શું હવે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T-20 ફોર્મેટમાં રમવું જોઈએ? આ સવાલનો જવાબ પાકિસ્તાનના પૂર્વ ખેલાડી વસીમ અકરમે આપ્યો છે.

વસીમ અકરમે શું કહ્યું?

પૂર્વ પાકિસ્તાની ખેલાડી વસીમ અકરમે કહ્યું કે, રોહિત શર્મા અને વિરાટ કોહલીની T-20 વર્લ્ડકપ 2024 માટે પસંદગી કરવી જોઈએ. વસીમ અકરમ અનુસાર, રોહિત શર્મા અને વિરાટ કોહલી T-20 ફોર્મેટ માટે સંપૂર્ણ ફિટ છે. આ કારણે બંને ખેલાડીએ T-20 વર્લ્ડકપ રમવો જોઈએ અંદાજે 7 મહિના બાદ T-20 વર્લ્ડકપ 2024નું આયોજન કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટનું આયોજન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં કરવામાં આવ્યું છે.


રોહિત અને કોહલીનું આવું રહ્યું વર્લ્ડકપમાં પ્રદર્શન

વર્લ્ડકપ 2023માં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનારો ખેલાડી રહ્યો છે, જ્યારે રોહિત શર્મા સૌથી વધુ રન બનાવનારો બીજા નંબરનો ખેલાડી રહ્યો છે. કોહલીએ 11 મેચમાં 765 રન બનાવ્યા હતા, જ્યારે રોહિતે 11 મેચમાં 597 રન બનાવ્યા હતા.

  • Follow us on: