ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગલુરુમાં પ્રથમ ટેસ્ટ રમાવાની હતી. વરસાદના કારણે આજના દિવસની રમત ટોસ વિના પુરી થઈ ગઈ હતી. બાંગ્લાદેશ સામેની છેલ્લી ટેસ્ટ જીતીને ટીમ ઈન્ડિયા આવી રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ મુજબ ભારત માટે આ ટેસ્ટ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ જીતીને ભારત સરળતાથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં જગ્યા બનાવી શકે છે. ચાલો જાણીએ કે ભારતે કેટલી મેચ જીતવી પડશે.


WTC ફાઈનલ માટે સમીકરણ

ફાઇનલમાં પહોંચવા માટે ભારતીય ટીમને તેની 8માંથી માત્ર 4 ટેસ્ટ જીતવી પડશે. જો ભારત ન્યૂઝીલેન્ડ સામેની ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં 3-0થી જીત મેળવે છે, તો તે લગભગ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી લેશે. આ સાથે તેને ઓસ્ટ્રેલિયા સામેની એક મેચ જીતવી પડશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ભારતે 11 ટેસ્ટ રમી છે અને 8માં જીત મેળવી છે. જ્યારે 2 મેચ હારી હતી, જ્યારે 1 ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ભારતના 98 પોઈન્ટ છે અને જીતની ટકાવારી 74.24 છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાએ 12માંથી 8 ટેસ્ટ મેચ જીતી છે. તેમને 3માં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, ડ્રો રહ્યો છે. ન્યુઝીલેન્ડની ટીમ 8માંથી 3 મેચ જીતીને છઠ્ઠા સ્થાને છે.


WTC ફાઇનલ ક્યારે રમાશે?

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ગયા મહિને જાહેરાત કરી હતી કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના ત્રીજા સત્રની ફાઇનલ આવતા વર્ષે એટલે કે 2025માં 11 થી 15 જૂન દરમિયાન લોર્ડ્સમાં રમાશે. ICCએ આ મેચ માટે 16 જૂનને રિઝર્વ ડે તરીકે રાખ્યો છે. લોર્ડ્સ પ્રથમ વખત ડબલ્યુટીસી ફાઈનલનું આયોજન કરશે. કઈ બે ટીમો ફાઇનલમાં પહોંચે છે તે જોવું રસપ્રદ રહેશે.

  • Follow us on: