• ક્રિકેટ ફેન્સ આતુરતાથી ભારત-પાકિસ્તાન મેચની રાહ જોઈ રહ્યા છે
  • ફેન્સની આ રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે
  • આ મેચ શ્રીલંકાના દામ્બુલાના રંગીરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે

ક્રિકેટ ફેન્સ હંમેશા ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચની આતુરતાથી રાહ જોતા હોય છે. લાંબા સમયથી આ બંને દેશો માત્ર આઈસીસી ટૂર્નામેન્ટમાં જ સ્પર્ધા કરે છે. આ મેચોમાં મોટાભાગે ભારતની શાન જોવા મળી હતી. આ મહિને ફરી એકવાર ફેન્સને આ બંને દેશો વચ્ચેની મેચ જોવા મળશે. આ મેચ મહિલા એશિયા કપમાં રમાશે.

આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે

આ વખતે મહિલા એશિયા કપમાં આઠ ટીમો ભાગ લઈ રહી છે. આ આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રૂપની ટોપની બે ટીમો સેમિફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી શકશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 19મી જુલાઈએ મેચ રમાશે.

ભારતીય ટીમને ગ્રુપ Aમાં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં ભારત સિવાય નેપાળ, પાકિસ્તાન અને યુએએઈની ટીમો છે. આ ટૂર્નામેન્ટની તમામ મેચો દાંબુલાના રંગીરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

દિવસ મેચસમયસ્ટેડિયમ
19 જુલાઈ (શુક્રવાર) ભારત અને પાકિસ્તાનસાંજે 7:00 PMરંગિરી દામ્બુલા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, શ્રીલંકા
21 જુલાઈ (રવિવાર)ભારત અને યુએઈબપોરે 2:00 PMરંગિરી દામ્બુલા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, શ્રીલંકા
23 જુલાઈ (મંગળવાર)ભારત અને નેપાળસાંજે 7:00 PMરંગિરી દામ્બુલા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, શ્રીલંકા

ક્યાં જોઈ શકશો મેચ

મહિલા એશિયા કપ 2024 સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ સિવાય ફેન્સ આ મેચ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકે છે.

મહિલા એશિયા કપ 2024 માટે ભારતીય ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), રિચા ઘોષ (વિકેટ કીપર), ઉમા છેત્રી (વિકેટ કીપર), સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન), શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી, જેમિમાહ રોડ્રિગ્સ, રેણુકા ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભાના, રાધા યાદવ , શ્રેયંકા પાટિલ , સજીવન સજના.

  • Follow us on: