• ટીમ ઈન્ડિયાની ડોમેસ્ટિક સિઝન ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે
  • BCCIએ તમામ ખેલાડીઓને સૂચના આપી છે
  • ટીમ ઈન્ડિયાના ત્રણ ખેલાડીઓને છૂટ આપવામાં આવી છે

બીસીસીઆઈએ તમામ ખેલાડીઓ માટે સૂચના જાહેર કરી છે. બીસીસીઆઈએ નિર્દેશ આપ્યો છે કે જે ખેલાડીઓ ટીમ ઈન્ડિયા માટે નથી રમી રહ્યા તેઓ હવે ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લેશે. બીસીસીઆઈ એ રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહને છૂટ આપી છે. બીસીસીઆઈ એ ખેલાડીઓના ફોર્મ અને ફિટનેસને જાળવી રાખવા માટે આ નિર્ણય લીધો છે. ઝોનલ સિલેક્શન કમિટીની જગ્યાએ વરિષ્ઠ પસંદગી સમિતિ દિલીપ ટ્રોફી માટે ટીમની પસંદગી કરશે.

બીસીસીઆઈ એ આપી સૂચના

બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે ટેસ્ટ રમનારા ખેલાડીઓએ ઓગસ્ટમાં એક કે બે દિલીપ ટ્રોફી મેચ રમવી જોઈએ જેથી કરીને બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ માટે તેમની તૈયારી જાણી શકાય. બીસીસીઆઈના સૂત્રએ એમ પણ કહ્યું છે કે કોઈપણ ઝોનલ પસંદગી સમિતિ દિલીપ ટ્રોફી માટે ખેલાડીઓની પસંદગી કરશે નહીં. હવેથી માત્ર રાષ્ટ્રીય પસંદગી સમિતિ જ દિલીપ ટ્રોફી માટે ટીમોની પસંદગી કરશે. આમાં, તમામ ટેસ્ટ ટીમના દાવેદારોની પસંદગી કરવામાં આવશે. પરંતુ વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રોહિત શર્માને આમાંથી છૂટ આપવામાં આવી છે.

બીસીસીઆઈનો આ છે પ્લાન

બીસીસીઆઈનું માનવું છે કે આ સાથે ખેલાડીઓ હંમેશા તૈયાર રહેશે. પરંતુ વરિષ્ઠ ખેલાડીઓને છૂટછાટ આપવામાં આવી છે જેથી તેઓ તેમના વર્કલોડને મેનેજ કરી શકે. બીસીસીઆઈ રેડ બોલ ક્રિકેટ માટે ખેલાડીઓનો તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં ઘરેલુ ક્રિકેટ ન રમવાના કારણે ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને તેમના કોન્ટ્રાક્ટમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. બીસીસીઆઈએ આ ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવા માટે કહ્યું હતું, પરંતુ તેઓએ તેની અવગણના કરી હતી.

  • Follow us on: