• ભારતીય ટીમે 5 મેચની ટી20 સિરીઝમાં ઝિમ્બાબ્વેને 4-1થી હરાવ્યું
  • આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલના નામે એક ખાસ સિદ્ધિ નોંધાઈ
  • શુભમન ગિલે રોહિત શર્માને પાછળ છોડ્યો

ટીમ ઈન્ડિયાનો ઝિમ્બાબ્વે પ્રવાસ પૂર્ણ થઈ ગયો છે. આ પ્રવાસમાં બંને ટીમો વચ્ચે 5 મેચની ટી20 સિરીઝ રમાઈ હતી. શુભમન ગિલની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 4-1થી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાને આ સીરીઝની પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જે બાદ ભારતીય ટીમે શાનદાર કમબેક કર્યું અને તમામ મેચ જીતીને સીરીઝ પર કબજો કર્યો હતો. આ સિરીઝમાં કેપ્ટન શુભમન ગિલે પણ ખાસ સિદ્ધિ મેળવી છે. આ સાથે ગિલે રોહિત શર્માને પણ પાછળ છોડી દીધો છે.

ગિલે રોહિત શર્માને પાછળ છોડી દીધો

શુભમન ગિલને પહેલી વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. તેની કેપ્ટનશિપમાં ગિલે ટીમ ઈન્ડિયા માટે પહેલી ટી20 સિરીઝ જીતી છે. આ સિરીઝમાં ગિલનું પ્રદર્શન પણ સારું રહ્યું હતું. બેટિંગ કરતી વખતે ગિલે આ સિરીઝમાં 170 રન બનાવ્યા, શુભમને બે અડધી સદી પણ ફટકારી. ગિલ ટી20 સિરીઝમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ત્રીજો ખેલાડી બની ગયો છે.

 

શુભમન ગિલ હવે રોહિત શર્મા કરતા પણ આગળ નીકળી ગયો છે. રોહિત શર્માએ 2017માં કેપ્ટન તરીકે શ્રીલંકા સામેની ટી20 સિરીઝમાં 162 રન બનાવ્યા હતા. શુભમન ગિલથી આગળ ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી છે. વર્ષ 2021માં વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે ઈંગ્લેન્ડ સામે ટી20 સિરીઝમાં 231 રન બનાવ્યા હતા.

42 રને ટીમ ઈન્ડિયાએ જીતી છેલ્લી મેચ

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે સિરીઝની છેલ્લી મેચ 14 જુલાઈના રોજ હરારેમાં રમાઈ હતી. આ મેચમાં પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી બેટિંગ કરતી વખતે સંજુ સેમસને સૌથી વધુ 58 રનની ઈનિંગ રમી હતી. 168 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી યજમાન ઝિમ્બાબ્વેની ટીમ 18.3 ઓવરમાં 125 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ તરફથી બોલિંગ દરમિયાન મુકેશ કુમારે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.

Image - X

  • Follow us on: