• ભારતે T20 સિરીઝની છેલ્લી મેચમાં ઝિમ્બાબ્વેને હરાવ્યું
  • કેપ્ટન શુભમન ગિલે ભારતીય યુવા ટીમના કર્યા વખાણ
  • વોશિગ્ટન સુંદર બન્યો પ્લેયર ઓફ ધ સિરીઝ

ભારતે T20 સિરીઝની છેલ્લી મેચમાં ઝિમ્બાબ્વેને હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સીરીઝ પર પણ કબ્જો કરી લીધો છે. આ જીત બાદ સોશિયલ મીડિયા પર કેપ્ટન શુભમન ગિલે ખેલાડીઓના વખાણ કર્યા હતા.

પ્રથમ મેચમાં હાર બાદ ભારતીય ટીમનું શાનદાર કમબેક

ભારતીય યુવા ટીમના કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે કમબેક કરવાની ભૂખ અને પરિસ્થિતિઓને અનુકૂલન કરવાની ક્ષમતાએ તેમને સિરીઝની પ્રથમ મેચમાં હાર બાદ ઝિમ્બાબ્વે સામેની બાકીની ચાર મેચ જીતવામાં મદદ કરી. પાંચ મેચોની સિરીઝની પ્રથમ મેચમાં ભારતને ઝિમ્બાબ્વેએ 13 રને પરાજય આપ્યો હતો. ભારતીય ટીમે શાનદાર વાપસી કરીને સિરીઝ 4-1થી જીતી લીધી હતી.

ગિલે ખેલાડીઓના કર્યા વખાણ

પાંચમી અને અંતિમ ટી20 મેચમાં 42 રનની જીત બાદ ગિલે કહ્યું, "મને લાગે છે કે પ્રથમ મેચ હાર્યા બાદ અમે જે ભૂખ દેખાડી હતી તે શાનદાર હતી." જ્યારે અમે અહીં આવ્યા ત્યારે દરેક જણ નેટમાં વધુ પ્રેક્ટિસ કરી શકતા ન હતા. અમે સંજોગોને અનુરૂપ ન હતા. જે રીતે અમે અમારી જાતને અનુકૂલન કર્યું તે શાનદાર હતું.

સુંદર બન્યો પ્લેયર ઓફ ધ સિરીઝ

'પ્લેયર ઓફ ધ સિરીઝ' વોશિંગ્ટન સુંદરે કહ્યું કે પિચની ગતિ અને ઉછાળે શરૂઆતમાં ભારતીય બેટ્સમેનોને આશ્ચર્યચકિત કર્યા, જેના કારણે તેઓ પ્રથમ મેચ હારી ગયા. તેણે કહ્યું કે આ સિરીઝની જીતથી શ્રીલંકા સામે આગામી સફેદ બોલની સિરીઝ માટે ટીમનો આત્મવિશ્વાસ વધશે. ભારત 27 જુલાઈથી શ્રીલંકા સામે 6 મેચોની સિરીઝ રમશે, જેમાં ત્રણ ટી-20 અને 3 વનડે મેચોનો સમાવેશ થાય છે.

સુંદરે કહ્યું, “જીત સાથે સિરીઝ સમાપ્ત કરવી સારી વાત છે. પ્રથમ મેચ પછી મને લાગ્યું કે પરિસ્થિતિ દક્ષિણ આફ્રિકા જેવી જ છે કારણ કે ત્યાં ઘણી ગતિ અને ઉછાળો હતો. શ્રીલંકા સામેની સિરીઝ પહેલા ઘણું શીખવા મળ્યું.

રિયાન પરાગે કહી મોટી વાત

યુવા રિયાન પરાગે કહ્યું કે સિરીઝની પ્રથમ મેચ બાદ ટીમે પોતાની રણનીતિ પર ફરીથી વિચાર કરવો પડ્યો. પ્રથમ મેચ બાદ દરેકની આંખો ખુલી ગઈ હતી જે બાદ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેનો ભરપૂર આનંદ માણ્યો.

  • Follow us on: