- પાંચમી T20માં સંજુ સેમસને શાનદાર ઇનિંગ રમી
- સંજુ સેમસને 110 મીટર લાંબી સિક્સ ફટકારી
- સેમસને T20 ક્રિકેટમાં પણ એક મોટી સિદ્ધિ મેળવી
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 સીરીઝની પાંચમી અને છેલ્લી મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી. આ દરમિયાન સંજુ સેમસને શાનદાર ઇનિંગ રમી હતી. સંજુ સેમસને ખૂબ જ આક્રમક રીતે રન બનાવ્યા અને તેણે આ 110 મીટર લાંબી સિક્સ પણ ફટકારી. આ સિક્સર સાથે સેમસને T20 ક્રિકેટમાં પણ એક મોટી સિદ્ધિ મેળવી હતી.
સંજુ સેમસને બોલને મેદાનની પહોંચાડ્યો
આ મેચમાં સંજુ સેમસનના બેટમાંથી અડધી સદીની ઇનિંગ જોવા મળી હતી. તેણે ટીમ ઈન્ડિયાની ઈનિંગની 12મી ઓવર દરમિયાન લાંબી સિક્સર ફટકારી હતી. બ્રાન્ડોન માવુતા ઝિમ્બાબ્વે માટે આ ઓવર કરી રહ્યો હતો. બ્રાંડન માવુતાએ ઓવરના ત્રીજા બોલ પર સીધો સિક્સર ફટકારી હતી. તેણે બોલને સીધો મેદાનની બહાર મોકલી દીધો, આ સિક્સ 110 મીટરનો હતો, જે આ સિરીઝનો સૌથી લાંબો સિક્સ છે. આ પહેલા રિયાન પરાગે આ જ ઇનિંગમાં 107 મીટરની સિક્સ ફટકારી હતી.
T20 ક્રિકેટમાં ખાસ સિદ્ધિ મેળવી
સંજુ સેમસન માટે આ સિક્સ ખૂબ જ ખાસ હતી. આ સિક્સર સાથે તેણે તેની T20 કરિયરમાં 300 સિક્સ પણ પૂરી કરી લીધી. તમને જણાવી દઈએ કે, તે T20 ક્રિકેટમાં 300 સિક્સર મારનાર 7મો ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે તેની T20 કારકિર્દીમાં અત્યાર સુધીમાં 302 સિક્સર ફટકારી છે. આ સાથે જ સંજુએ આ મેચમાં માત્ર 39 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 45 બોલમાં કુલ 58 રન બનાવ્યા હતા. આ દરમિયાન સંજુના બેટમાંથી 1 ફોર અને 4 સિક્સ જોવા મળી હતી. આ તેની T20I કારકિર્દીની બીજી અડધી સદી છે.
ભારતે જીત મેળવી
ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 6 વિકેટના નુકસાન પર 167 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા માટે સંજુએ સૌથી વધુ રન બનાવ્યા હતા. 168 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ 125 રન પર જ સિમિત રહી હતી. ટીમ ઈન્ડિયા તરફથી મુકેશ કુમારે 4 વિકેટ લીધી હતી. ભારતે આ સિરીઝ 4-1થી જીતી લીધી હતી.