• દિલ્હીની એક અદાલતમાં ક્રિકેટ મેચમાં ફિક્સિંગને લઇ સુનવણી કરવામાં આવી
  • ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટ અને ODI સિરીઝની કેટલીક મેચો ફિક્સ હતી
  • દિલ્હીની એક કોર્ટે 4 લોકોને આરોપી જાહેર કર્યા

દિલ્હીની એક કોર્ટે 4 લોકોને આરોપી જાહેર કર્યા છે, જેમનો સીધો સંબંધ 2000ના મેચ ફિક્સિંગ કૌભાંડ સાથે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સમયે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ટેસ્ટ અને વનડે સિરીઝની કેટલીક મેચ ફિક્સ કરવામાં આવી હતી અને અન્ય મેચોને પણ ફિક્સ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વર્ષ 2000માં દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે હતી અને 19 ફેબ્રુઆરીથી 19 માર્ચની વચ્ચે બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ અને 5 વનડે મેચ રમાઈ હતી. કહેવાય છે કે તે સમયે આફ્રિકાના કેટલાક ખેલાડીઓએ ફિક્સિંગ કર્યું હતું. હવે કોર્ટને તપાસ બાદ જાણવા મળ્યું છે કે સિરીઝની કેટલીક મેચો ફિક્સ હતી અને અન્ય મેચોને પણ ફિક્સ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પ્રથમ ટેસ્ટ મેચમાં ફિક્સિંગના પુરાવા

મુંબઈમાં 24-28 ફેબ્રુઆરી દરમિયાન પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. દક્ષિણ આફ્રિકાનો દાવ 164 રનમાં સમેટાઈ ગયો હતો. તપાસ બાદ કોર્ટમાં પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા કે આફ્રિકન ટીમને કોઈપણ ઇનિંગમાં 250થી વધુ રન ન બનાવવાની સૂચના આપવામાં આવી હતી. આ પુરાવા આફ્રિકન ખેલાડીઓ પીટર સ્ટ્રાયડમ અને હેન્સી ક્રોન્ઝના નિવેદનો સાથે સ્પષ્ટ રીતે મેળ ખાતા હતા, જેમણે 2000માં તપાસ દરમિયાન નિવેદનો આપ્યા હતા.

બીજી મેચમાં થઈ શકી ન હતી ફિક્સિંગ

બીજી ટેસ્ટ મેચ બેંગલુરુમાં 2-6 માર્ચ દરમિયાન રમાઈ હતી. જો કે હેન્સી ક્રોન્ઝે કહ્યું હતું કે તેણે મેચ ફિક્સિંગને લઈને ટીમના અન્ય ખેલાડીઓ સાથે વાત કરી હતી, પરંતુ અંતે બીજી મેચમાં ફિક્સિંગ થઈ શક્યું નહીં. આ માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

વનડે સિરીઝને ફિક્સ કરવાના પ્રયાસો

કોર્ટે કહ્યું કે જમશેદપુરમાં 12 માર્ચે, ફરીદાબાદમાં 15 માર્ચે અને બરોડામાં 17 માર્ચે યોજાનારી ODI મેચોમાં ફિક્સિંગ થઈ શક્યું ન હતું. ક્રોન્ઝનું નિવેદન જણાવે છે કે તેણે બુકીઓને ફિક્સિંગની અંદરની માહિતી આપી હતી. 19 માર્ચે નાગપુરમાં યોજાયેલી પાંચમી ODI મેચ અંગે ક્રોન્ઝના નિવેદનોના આધારે, કોર્ટે શોધી કાઢ્યું કે ટીમના સ્કોર સિવાય, તે અન્ય બે ખેલાડીઓના સ્કોર પણ ફિક્સ કરવા માટે સંમત થયો હતો. ક્રોન્ઝની ડીલ હતી કે હર્ષલ ગિબ્સ અને હેનરી વિલિયમ્સને મેચ ફિક્સ કરવા માટે 15 હજાર ડોલર ચૂકવવા પડશે.

  • Follow us on: