• યશસ્વી જયસ્વાલે ઝિમ્બાબ્વે સામેની પાંચમી મેચમાં બે સિક્સર ફટકારી છે
  • આ સાથે યશસ્વીએ ટી20 ઈન્ટરનેશનલમાં એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે
  • યશસ્વી જયસ્વાલ પહેલા લીગલ બોલ પર 13 રન બનાવનાર ટીમનો પહેલો ખેલાડી બન્યો

ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે સામેની સિરીઝ પહેલા જ જીતી લીધી છે અને 3-1ની અજેય લીડ મેળવી લીધી છે. યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રવિ બિશ્નોઈ અને ઋતુરાજ ગાયકવાડે ઝિમ્બાબ્વે પ્રવાસમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. બંને ટીમો વચ્ચે પાંચ ટી20 મેચોની સિરીઝની છેલ્લી અને પાંચમી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

યશસ્વી જયસ્વાલે આ રેકોર્ડ બનાવ્યો

ટોસ હાર્યા બાદ શુભમન ગિલ અને યશસ્વી જયવસલ ઓપનિંગ કરવા મેદાનમાં આવ્યા હતા. જયસ્વાલે સ્ટ્રાઈક સંભાળી અને કેપ્ટન સિકંદર રઝાએ ઝિમ્બાબ્વે માટે બોલિંગ શરુ કરી. યશસ્વી જયસ્વાલે પહેલા જ બોલ પર લાંબી સિક્સર ફટકારી. પરંતુ આ બોલ નો બોલ હતો. આ પછી મેચની પહેલી લીગલ ડિલિવરી થઈ, જે ફ્રી હિટ રહી. તેના પર પણ જયસ્વાલે સિક્સર ફટકારી હતી. આ રીતે, યશસ્વી જયસ્વાલ ટી20 આંતરરાષ્ટ્રીય મેચના પહેલા લીગલ બોલ પર 13 રન બનાવનાર ટીમનો પહેલો ખેલાડી બની ગયો છે. યશસ્વીએ બે છગ્ગા સાથે 12 રન બનાવ્યા. આ સિવાય નો બોલ પર એક રન ઉમેરાયો હતો. આ પહેલી વખત છે જ્યારે કોઈ ખેલાડી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં પહેલા લીગલ બોલ પર તેની ટીમ માટે 13 રન બનાવવામાં સફળ રહ્યો હોય.

 

લાંબો સમય ક્રિઝ પર ટકી ન શક્યો યશસ્વી જયસ્વાલ

બે સિક્સર ફટકાર્યા બાદ યશસ્વી જયસ્વાલ લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો ન હતો અને પહેલી ઓવરના ચોથા બોલ પર આઉટ થયો હતો. તેની વિકેટ સિકંદર રઝાએ લીધી હતી. જ્યારે અગાઉની મેચમાં તેને જોરદાર ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને પોતાના દમ પર મેચ જીતાડી હતી. યશસ્વી ચોથી મેચમાં 93 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. તેની શાનદાર ઈનિંગ્સ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.

જયસ્વાલે ટી20 ઈન્ટરનેશનલમાં ફટકારી છે સદી

યશસ્વી જયસ્વાલે વર્ષ 2023માં ટીમ ઈન્ડિયા માટે ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. તેને એશિયન ગેમ્સ 2023માં નેપાળ સામે પણ સદી ફટકારી હતી. તેને ભારત માટે 20 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 643 રન બનાવ્યા છે. તે ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતનાર ભારતીય ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે.

Image - X

  • Follow us on: