• આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચની T20 મેચ
  • આ મેચ હરારેના સ્પોર્ટસ ક્લબ સ્ટેડિયમમાં રમાશે
  • ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની T20 સિરીઝની છેલ્લી મેચ આજે એટલે કે 14 જૂલાઈએ રમાશે. ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. સિરીઝની ચોથી T20માં ભારતીય કેપ્ટન શુભમન ગિલે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરીને તુષાર દેશપાંડેને ડેબ્યૂની તક આપી હતી. હવે પાંચમી T20માં પણ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે.

આ ખેલાડીને મળી શકે તક

તુષારે ઝિમ્બાબ્વે સામેની ચોથી T20માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. હવે આગામી મેચમાં તુષાર દેશપાંડેનું પત્તું કપાઈ શકે છે. તુષાર ડેબ્યૂ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. તેણે 3 ઓવરમાં 10 રનની ઈકોનોમી સાથે 30 રન આપ્યા હતા. આ દરમિયાન તેને માત્ર એક જ વિકેટ મળી હતી. આવેશ ખાનની જગ્યાએ તુષાર દેશપાંડેને ટીમમાં જગ્યા મળી છે. આવી સ્થિતિમાં આવેશ ખાન પાંચમી T20માં વાપસી કરી શકે છે. આવેશની જગ્યાએ મુકેશ કુમાર પણ છેલ્લી મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે.

ટીમ ઈન્ડિયાએ સિરીઝ જીતી

ભારતીય ટીમે 3-1ની અજેય સરસાઈ સાથે સિરીઝ જીતી લીધી છે. સિરીઝની પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વેએ ટીમ ઈન્ડિયાને 13 રને હરાવ્યું હતું. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ આગામી ત્રણ મેચ જીતીને સિરીઝ જીતી લીધી હતી. બીજી T20માં ભારતીય ટીમે 100 રનથી, ત્રીજી T20માં 23 રનથી અને ચોથી T20માં 10 વિકેટે જીત મેળવી હતી.

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11

યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ (કેપ્ટન), અભિષેક શર્મા, રૂતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન/મુકેશ કુમાર, ખલીલ અહેમદ.

  • Follow us on: