• વિરાટ કોહલીએ T20Iમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
  • T20 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલી લંડન ગયો હતો
  • લંડનમાં વિરાટ-અનુષ્કા કૃષ્ણદાસના કીર્તનમાં પહોંચ્યા

T20 વર્લ્ડકપ 2024 બાદ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ T20Iમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પછી વિરાટ કોહલી મુંબઈમાં વિજય પરેડમાં હાજરી આપીને ભારતથી લંડન ગયો હતો. ત્યારથી ચાહકો જાણવા ઈચ્છતા હતા કે ભારતથી લંડન ગયા પછી કોહલી શું કરી રહ્યો છે? આ દરમિયાન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વિરાટ-અનુષ્કા કૃષ્ણદાસના કીર્તનમાં પહોંચ્યા

જ્યારથી વિરાટ કોહલી લંડન ગયો છે ત્યારથી સતત ચર્ચા ચાલી રહી છે કે શું વિરાટ કોહલી ભારત છોડીને લંડનમાં સ્થાયી થવાનો છે. આવી સ્થિતિમાં કોહલી અને અનુષ્કાનો નવો વીડિયો સામે આવ્યા બાદ ફેન્સના મનમાં અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે યુનિયન ચેપલમાં પ્રખ્યાત આધ્યાત્મિક ગાયક કૃષ્ણ દાસના કીર્તનનો છે, જ્યાં કોહલી અને અનુષ્કા પહોંચ્યા હતા. આ સિવાય અનુષ્કા શર્માએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ કીર્તન દરમિયાનની તસવીરો પોસ્ટ કરી છે.

શું વિરાટ-અનુષ્કા લંડનમાં જ રહેશે?

અનુષ્કા શર્મા લાંબા સમયથી પોતાના બાળકો સાથે લંડનમાં છે. T20 વર્લ્ડકપ 2024 પૂરા થયા બાદ કોહલી પણ લંડન ગયો હતો. કોહલી અને અનુષ્કાના બાળકોનો જન્મ પણ લંડનમાં થયો હતો. વિરાટ કોહલી લંડનમાં પણ અનેક પ્રસંગોએ જોવા મળ્યો છે. કોહલી જ્યારે પણ ક્રિકેટમાંથી બ્રેક લે છે ત્યારે તેનો મોટાભાગનો સમય લંડનમાં જ વિતાવે છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે વિરાટ કોહલીનું લંડનમાં ઘર છે અને ટૂંક સમયમાં કોહલી ભારત છોડીને અનુષ્કા શર્મા અને બાળકો સાથે લંડનમાં સ્થાયી થશે.


  • Follow us on: