- ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 સિરીઝ
- ભારતે ચોથી T20 મેચમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું
- આ મેચમાં સિકંદર રઝાએ ખાસ સિદ્ધિ હાંસલ કરી
શુભમન ગિલની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 સિરીઝની ચોથી મેચમાં 10 વિકેટે શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં ઝિમ્બાબ્વેની ટીમને પ્રથમ બેટિંગ કરવાનો મોકો મળ્યો જેમાં તેણે 20 ઓવરમાં 152 રન બનાવ્યા હતા જ્યારે ભારતીય ટીમે 15.2 ઓવરમાં કોઈ પણ નુકસાન વિના તેને હાંસલ કરી લીધો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 3-1ની અજેય સરસાઈ પણ મેળવી લીધી છે.
સિકંદર રઝાએ રચ્યો ઈતિહાસ
જ્યારે ઝિમ્બાબ્વેની ટીમના કેપ્ટન સિકંદર રઝા સિરીઝની ચોથી T20 મેચમાં બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો ત્યારે યજમાન ટીમે 67 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી, સિકંદરે એક છેડેથી ઇનિંગ્સ સંભાળી અને ઝડપી ગતિએ રન બનાવવાનું શરૂ કર્યું. 28 બોલમાં 46 રનની ઝડપી ઇનિંગ સિકંદરના બેટમાંથી જોવા મળી હતી. આ સાથે, સિંકદર રઝાએ T20Iમાં 2000 રન પૂર્ણ કર્યા હતા.
આ સાથે સિકંદર રઝા T20Iમાં 2000 રન પૂર્ણ કરનારો પ્રથમ ઝિમ્બાબ્વે પ્રથમ ખેલાડી બની ગયો છે. તે જ સમયે, સિકંદર ઈલિટ ક્લબમાં સામેલ થયો છે. સિકંદર રઝા હવે T20 ઇન્ટરનેશનલમાં 5 મો ખેલાડી બન્યો છે, જેમણે 2000 થી વધુ રન બનાવ્યા છે અને 50 થી વધુ વિકેટ પણ લીધી છે.
T20Iમાં 2000 રન અને 50 વિકેટ મેળવનારા ખેલાડી
- શાકિબ અલ હસન (બાંગ્લાદેશ) - 2551 રન, 149 વિકેટ
- મોહમ્મદ હાફીઝ (પાકિસ્તાન) - 2514 રન, 61 વિકેટ
- વિરદીપ સિંહ (મલેશિયા) - 2320 રન, 66 વિકેટ
- મોહમ્મદ નબી (અફઘાનિસ્તાન) - 2165 રન, 95 વિકેટ
- સિકંદર રઝા (ઝિમ્બાબ્વે) - 2029 રન, 65 વિકેટ