- ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 સિરીઝ
- ભારતે ચોથી T20 મેચમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું
- ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી
શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલની જોરદાર બેટિંગના દમ પર ટીમ ઈન્ડિયાએ ચોથી T20 મેચમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં બંને ખેલાડીઓએ શાનદાર બેટિંગ કરી અને પોતાની ફિફ્ટી પૂરી કરી. આ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 3-1ની અજેય સરસાઈ પણ મેળવી લીધી છે. આ દરમિયાન કેપ્ટન શુભમન ગિલ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. ફેન્સ તેને સોશિયલ મીડિયા પર 'સ્વાર્થી' કહી રહ્યા છે.
જાણો શું છે સમગ્ર મામલો
વાસ્તવમાં, ચાહકો યશસ્વીના કારણે ગિલને નિશાન બનાવી રહ્યા છે. આ મેચમાં યશસ્વીએ 53 બોલમાં અણનમ 93 રન બનાવ્યા છે. એક સમયે યશસ્વી પાસે તેની બીજી T20 સદી ફટકારવાની તક હતી, પરંતુ જેમ તે તેની ફિફ્ટીની નજીક પહોંચ્યો, ગિલે ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું. આ કારણે યશસ્વી સદીની નજીક આવ્યો હતો, પરંતુ સદી ફટકારી શક્યો નહોતો. આ કારણે ફેન્સ શુભમન ગિલને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. ચાહકોનું માનવું છે કે ગિલના કારણે જ યશસ્વીતેની સદી ફટકારી શક્યો નહોતો.
યશસ્વીએ શાનદાર ઇનિંગ રમી હતી
ઝિમ્બાબ્વે સામેની ચોથી T20 મેચમાં યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 53 બોલમાં 93 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 13 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. તેમની સ્ટ્રાઈક 175.47 હતી. જ્યારે ગિલની વાત કરીએ તો તેણે 39 બોલમાં 58 રનની ઇનિંગ રમી હતી. આ પહેલા ઝિમ્બાબ્વેની ટીમે 7 વિકેટના નુકસાન પર 153 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ આ સ્કોર માત્ર 15.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. આ સિરીઝની છેલ્લી મેચ 14મી જુલાઈએ રમાશે.