• WCL 2024ની ફાઈનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ
  • આ મેચમાં ઈરફાન પઠાણે શાનદાર સ્વિંગ બોલ ફેંક્યો હતો
  • ઈરફાને 3 ઓવરમાં 12 રન આપીને એક વિકેટ લીધી હતી

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની ફાઈનલ મેચ 13 જુલાઈના રોજ ભારત ચેમ્પિયન અને પાકિસ્તાન ચેમ્પિયન વચ્ચે રમાઈ હતી. ફાઈનલ મેચમાં ભારત ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સ પર શાનદાર જીત નોંધાવીને ખિતાબ જીત્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાની બોલિંગ શાનદાર રહી હતી. આ મેચમાં ઈરફાન પઠાણે એવો શાનદાર સ્વિંગ બોલ ફેંક્યો કે પાકિસ્તાની બેટ્સમેન દંગ રહી ગયો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

યુનુસ ખાના સ્ટમ્પ ઉખાડી નાખ્યા

જ્યારે યુનિસ ખાન પાકિસ્તાન ચેમ્પિયન્સ માટે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ઈરફાન પઠાણ ઈન્ડિયા ચેમ્પિયન્સ માટે 12મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. આ ઓવરમાં ઈરફાન પઠાણે એવો ખતરનાક સ્વિંગ બોલ ફેંક્યો કે યુનિસ ખાનના સ્ટમ્પ ઉખડી ગયા. બીજા છેડે ઉભેલા શોએબ મલિક પણ ઈરફાનના આ બોલને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આ મેચમાં ઈરફાને 3 ઓવરમાં માત્ર 12 રન આપ્યા અને એક વિકેટ પણ લીધી હતી.

5 વિકેટે મેચ જીતી લીધી હતી

ફાઈનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન ચેમ્પિયન્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી બેટિંગ કરતી વખતે શોએબ મલિકે સૌથી વધુ 41 રનની ઇનિંગ રમી હતી. ઈન્ડિયા ચેમ્પિયન્સ તરફથી બોલિંગ કરતી વખતે અનુરીતે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આ પછી ભારતે 19.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારત ચેમ્પિયન્સ તરફથી બેટિંગ કરતી વખતે અંબાતી રાયડુએ શાનદાર ઇનિંગ રમી હતી. ફાઈનલ મેચમાં રાયડુએ 30 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં રાયડુએ 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.


  • Follow us on: