• ભારતીય ક્રિકેટ ટીમ આ મહિને શ્રીલંકા પ્રવાસ પર જશે
  • શ્રીલંકામાં ત્રણ મેચની T20 અને ODI સિરીઝ રમશે
  • શ્રેયસ ઐયર અને કેએલ રાહુલની થઈ શકે છે વાપસી

ભારતીય ક્રિકેટ ટીમ આ મહિને શ્રીલંકા પ્રવાસ પર જશે. ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં ત્રણ મેચની T20 અને એટલી જ ODI સિરીઝ રમશે. ગૌતમ ગંભીરની કોચિંગ કારકિર્દીની શરૂઆત ભારતના શ્રીલંકા પ્રવાસથી થશે. આગામી સપ્તાહે બંને શ્રેણી માટે ગંભીરના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાની પસંદગી કરવામાં આવશે.

અહેવાલ મુજબ, શ્રેયસ ઐયર અને કેએલ રાહુલ શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં વાપસી કરશે. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ વનડે સીરીઝનો ભાગ બની શકે છે. BCCI સેક્રેટરી પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે રોહિત શર્મા 2025 ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમનો કેપ્ટન રહેશે.

આ 15 ખેલાડીઓને મળી શકે છે તક

15 સભ્યોની ટીમમાં કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલના રૂપમાં ત્રણ ઓપનર હોઈ શકે છે. કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને રિંકુ સિંહને મિડલ ઓર્ડરમાં તક મળવાની આશા છે. રિષભ પંત અને કેએલ રાહુલને વિકેટકીપર તરીકે તક મળે તેવી શક્યતા છે. સ્પિન વિભાગમાં કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા હોઈ શકે છે. જ્યારે ઝડપી બોલિંગ વિભાગમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આવેશ ખાન અને અર્શદીપ સિંહ હોઈ શકે છે. જો કે એ પણ સંભવ છે કે વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહને વનડે સિરીઝમાં આરામ આપવામાં આવે.

શ્રીલંકા સામેની વનડે સિરીઝ માટે ભારતની 15 સભ્યોની સંભવિત ટીમ -

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), શ્રેયસ ઐયર, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આવેશ ખાન અને અર્શદીપ સિંહ.

જો રોહિત, વિરાટ અને બુમરાહને આરામ મળે તો 15 સભ્યોની સંભવિત ટીમ -

શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐયર, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, ખલીલ અહેમદ, આવેશ ખાન અને અર્શદીપ સિંહ.

  • Follow us on: