• પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના યજમાનીના અધિકાર મળ્યા છે
  • પાકિસ્તાને પણ આ ટૂર્નામેન્ટ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે
  • આ દરમિયાન ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે કે નહીં તે અંગે શંકા છે

પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની કરી રહ્યું છે. પરંતુ બીસીસીઆઈ એ હજુ સુધી એ વાતની પુષ્ટિ કરી નથી કે ભારત ટૂર્નામેન્ટ રમવા પાકિસ્તાન જશે કે નહીં. બીસીસીઆઈ આઈસીસી પાસે હાઈબ્રિડ મોડલમાં ચેમ્પિયન્સ ટ્રોફી યોજવાની માંગ કરી શકે છે. આ દરમિયાન આઈસીસી એ ભારતની મેચોને લઈને મોટી યોજના બનાવી છે. મીડિયા રિપોર્ટ મુજબ આઈસીસી ટીમ ઈન્ડિયા માટે વૈકલ્પિક સ્થળ તરીકે UAE પર વિચાર કરી રહ્યું છે.

ICC બનાવ્યો આ પ્લાન

ભારત સરકાર ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન જવાની પરવાનગી આપે તેવી શક્યતા ઓછી છે. આવી પરિસ્થિતિમાં આઈસીસી હવે તેના વિકલ્પો પર વિચાર કરી રહી છે. આઈસીસી ભારતની મેચ UAEમાં શિફ્ટ કરવાનું વિચારી રહી છે.

 

રિપોર્ટ મુજબ પાકિસ્તાનથી યુએઈ જનારી ટીમો માટે વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ્સની વ્યવસ્થા કરવામાં આવશે. સેમી ફાઈનલ અને ફાઈનલમાંથી કોઈ એક પાકિસ્તાનની બહાર શિફ્ટ થઈ શકે છે.

યુએઈમાં થઈ છે આ ઈવેન્ટ

યુએઈ પહેલા પણ આઈસીસી ટી20 વર્લ્ડકપ 2021 અને એશિયા કપ 2022 નું આયોજન કરી ચૂક્યું છે. પાકિસ્તાન આ ટુર્નામેન્ટની યજમાની કરવાનું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી રાજનીતિ સારી નથી ચાલી રહી, જેના કારણે બંને દેશો વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી નથી થઈ રહી. આ બંને વચ્ચે સ્પર્ધા માત્ર આઈસીસી ટુર્નામેન્ટમાં જ થાય છે. 

  • Follow us on: