- ચેમ્પિયન ટ્રોફી 2025માં આયોજન પાકિસ્તાનમાં કરાશે
- ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ કરવા તૈયાર નથી
- ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી શકે
પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની કરી રહ્યું છે, પરંતુ ટીમ ઈન્ડિયા પાડોશી દેશનો પ્રવાસ કરવા તૈયાર જણાતી નથી.એક અહેવાલ અનુસાર ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. આ સિવાય, અત્યાર સુધી કોઈપણ પ્રકારના હાઈબ્રિડ મોડલને લઈને કોઈ અપડેટ નથી. તો આવી સ્થિતિમાં શું ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી શકે છે અને જો આવું થશે તો ટૂર્નામેન્ટ કેવી રીતે યોજાશે?
સૌથી પહેલા પાકિસ્તાને તેના ડ્રાફ્ટ શેડ્યૂલમાં ભારતની મેચો માત્ર લાહોરમાં રાખી છે, જેથી તે ભારતની સુરક્ષાની ચિંતાઓને દૂર કરી શકે. જોકે, અત્યાર સુધી જે મીડિયા રિપોર્ટ્સ સામે આવ્યા છે તે દર્શાવે છે કે ટીમ ઈન્ડિયા કોઈપણ કિંમતે પાકિસ્તાનનો પ્રવાસ કરવા તૈયાર નથી. જો કે BCCI તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આવી નથી.













