- પૂર્વ કોચ અંશુમાન ગાયકવાડ આ દિવસોમાં કેન્સરનો શિકાર થયા
- પૂર્વ વર્લ્ડકપ વિજેતા કેપ્ટન કપિલ દેવે પોતાની ચિંતા વ્યક્ત કરી
- કપિલ દેવે BCCIને ભૂતપૂર્વ ભારતીય કોચની મદદ કરવા વિનંતી કરી
ભારતીય ટીમના પૂર્વ કોચ અંશુમાન ગાયકવાડ આ દિવસોમાં કેન્સર સામે લડી રહ્યા છે. તેને આ સ્થિતિમાં જોઈને ટીમ ઈન્ડિયાના પૂર્વ વર્લ્ડકપ વિજેતા કેપ્ટન કપિલ દેવે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. ભારતીય ટીમના કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ પણ હવે અંશુમન ગાયકવાડની મદદ કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને ભૂતપૂર્વ ભારતીય કોચની મદદ કરવા વિનંતી કરી છે.
ખુદ પૂર્વ કેપ્ટને કર્યો આ વાતનો ખુલાસો
1983માં ટીમ ઈન્ડિયાને ODI વર્લ્ડકપમાં ચેમ્પિયન બનાવનાર કેપ્ટન કપિલ દેવે સ્ટાર સ્પોર્ટ્સ પર પૂર્વ ભારતીય કોચ અંશુમનની હાલત વિશે વાત કરતા કહ્યું છે કે હું અંશુ સાથે રમ્યો છું અને તેને આમાં જોઈને દુઃખી અને નિરાશ છું. સ્થિતિ આટલું બધું કોઈએ ભોગવવું ન જોઈએ. હું જાણું છું કે બોર્ડ તેને મદદ કરશે. અમે તેને મદદ કરવા માટે કોઈને મજબૂર નથી કરતા પરંતુ અમારે તેને દિલથી મદદ કરવાની છે. તેને કેટલીક ઈજાઓ પણ થઈ છે હવે અંશુ માટે ઉભા થઈને તેને મદદ કરવાનો સમય આવી ગયો છે. હું જાણું છું કે ચાહકો પણ તેને નિરાશ નહીં કરે.
સંદીપ પાટીલે આપ્યા હતા કેન્સરના સમાચાર
આ મહિનાની શરૂઆતમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરે અંશુમાનના બ્લડ કેન્સરના સમાચાર આપ્યા હતા. સંદીપ પાટીલના જણાવ્યા અનુસાર ગાયકવાડ છેલ્લા એક વર્ષથી કેન્સર જેવી ખતરનાક બિમારીથી પીડિત છે. આ સિવાય ગાયકવાડે સંદીપને કહ્યું હતું કે અંશુને આર્થિક મદદની જરૂર છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ પણ આ મામલે અંશુને મદદ કરવા અંગે BCCI સાથે વાત કરી છે, જેના પર BCCIના ટ્રેઝરર આશિષ શેલારે આ બાબતે વિચાર કરવાની વાત કરી છે.