• હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડે અનંત અંબાણીના લગ્નમાં ડાન્સ કરતા જોવા મળ્યા
  • આ ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
  • ત્યારબાદ રિયાન પરાગ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ક્રિકેટર્સે પણ પોતાનો ચાર્મ ફેલાવ્યો હતો. આ લગ્નમાં એમએસ ધોની, સચિન તેંડુલકરથી લઈને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓએ હાજરી આપી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો. લગ્નમાં હાર્દિક ઉત્સાહ સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યાનો બોલિવુડ એક્ટ્રેસ અનન્યા પાંડે સાથે ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બાદમાં યુઝર્સ ક્રિકેટર રિયાન પરાગની મજા લઈ રહ્યા છે.

રિયાન પરાગ થયો ટ્રોલ

અનંત અંબાણીના લગ્નમાં બોલિવુડ સેલિબ્રિટીની સાથે ક્રિકેટરોએ પણ હાજરી આપી હતી. આ દરમિયાન બધા ડાન્સ કરતા જોવા મળ્યા હતા. હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડે સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. જે બાદ હવે યુઝર્સ રિયાન પરાગને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે.

 

શું છે સમગ્ર મામલો

આઈપીએલ 2024 દરમિયાન રિયાન પરાગની યુટ્યૂબ હિસ્ટ્રી સોશિયલ મીડિયા પર લીક થઈ હતી. રિયાન યુટ્યુબ પર લાઈવ ગેમ રમી રહ્યો હતો, લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન રિયાન કોપીરાઈટ ફ્રી મ્યુઝિક શોધી રહ્યો હતો. આ સમય દરમિયાન, રિયાન પરાગની યુટ્યુબ હિસ્ટ્રીનો સામે આવી હતી. જેમાં અનન્યા પાંડે હોટ જેવી વસ્તુઓ સર્ચ કરવામાં આવી હતી.

 

આ કારણે હવે રિયાન પરાગ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. રિયાન પરાગ જે હાલમાં ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા સાથે છે. રિયાને આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના કારણે તેને ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો હતો.

Image - X

  • Follow us on: