- અંબાણીના શુભ વિવાહમાં દેશ-વિદેશની મહેમાનો પધાર્યા
- અનન્યાએ હાર્દિક પંડ્યાનું દિલ ચોરી લીધુ હોવાની ચર્ચા તેજ
- હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડે જોરાદાર ઠુમકા લગાવ્યા
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નની ચર્ચા દેશ-વિદેશમાં થઈ રહ્યી છે. આ શુભ વિવાહમાં દેશ-વિદેશની મહેમાનો પધાર્યા હતા અને ભારતીય સ્ટાઈલમાં લુક બતાવ્યો હતો. અનંત અને રાધિકાની બહેનપણી અનન્યા પાંડે જોરાદાર ઠુમકા લગાવ્યા હતા અને હાર્દિક પંડ્યાનું દિલ ચોરી લીધુ હોવાની ચર્ચા તેજ થઈ છે.
અનંત અંબાણીના લગ્નમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી અનન્યા પાંડે જોરદાર રીતે નાચી રહ્યા હતા અને તેમના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા. પંડ્યા અને પાંડેની જુગલબંધીએ અનોખો રંગ જમાવતા ઈન્ટરેન્ટ પર ખળભળાટ મચી ગયો છે. કારણે અનન્યા પાંડેનું થોડા સમય પહેલા બ્રેકઅપ થયુ હોવાના અહેવાલ હતા જ્યારે હાર્દિક પંડ્યા છૂટાછેડાને લઈ સતત ચર્ચામાં છે.
પંડ્યા સાથે જોરદાર ડાન્સ કર્યો
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડે આ દરમિયાન જોરદાર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેના પર ફેન્સ પણ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, શું અનન્યાએ હવે હાર્દિકનું દિલ ચોરી લીધું છે? આ સિવાય યુઝર્સ અનેક પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે.
https://www.instagram.com/reel/C9VN_DBi7-q/
અનન્યા ખૂબ જ સુંદર લાગી
અનન્યા પાંડે લગ્નના ફંક્શન્સમાં તેના ગ્લેમરસ લુકને કારણે હેડલાઈન્સ મેળવવામાં સફળ રહી છે. આ અવસર પર અનન્યા ગોલ્ડન સ્ટ્રાઇપ્સથી સજ્જ પીળા લહેંગા પહેરેલી જોવા મળે છે. ટાઇગર પ્રિન્ટ ડિઝાઇને તેના પોશાકમાં વશીકરણ ઉમેર્યું છે. આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે અને મહેમાનોનું ધ્યાન પણ પોતાની તરફ ખેંચ્યું છે.
હાર્દિક પંડ્યા ફરી પત્ની વગર દેખાયો
આ અવસર પર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની અને હાલમાં વર્લ્ડ કપ જીતની ઉજવણી કરનાર હાર્દિક પંડ્યા સહિત ઘણા પ્રખ્યાત ક્રિકેટરો હાજર રહ્યા હતા. હાર્દિક પંડ્યા તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વિના જોવા મળ્યો હતો જેના કારણે તેમના સંબંધો વિશે અટકળો વધુ વધી હતી.