• અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને આશીર્વાદ આપવા આવ્યો બચ્ચન પરિવાર

  • બચ્ચન પરિવારની પુત્રવધુ ઐશ્વર્યાએ લાડલી દિકરી સાથે કરી લગ્નમાં એન્ટ્રી
  • બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા રાય સાથેના સબંધોની ઈન્ટરનેટ પર ચર્ચા

દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12મી જુલાઈ 2024ના રોજ ખૂબ જ ધામધૂમથી થયા હતા. આ ભવ્ય લગ્નમાં બોલીવુડ, હોલીવુડ અને રાજકારણીઓની સાથે દેશ-વિદેશથી મોટા મહેમાનો પધાર્યા હતા. અંબાણી પરિવારે ધામ ધૂમથી નાના દિકરીના લગ્ન કર્યા જેની ચર્ચા ચોતરફ થઈ રહી છે. આ લગ્નમાં બચ્ચન પરિવારનો ઘર કંકાસ ફરી સામે આવ્યો છે.

બચ્ચન પરિવાર અંબાણી પરિવારની ખુશીમાં જોડાયો

અનંત-રાધિકાને આર્શિવાદ આપવા માટે આખો બચ્ચન પરિવાર સાથે આવ્યો હતો. બચ્ચન પરિવારના વીડિયોમાં બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, તેમની પત્ની જયા બચ્ચન, પુત્ર અભિષેક બચ્ચન, પુત્રી શ્વેતા નંદા, જમાઈ નિખિલ નંદા, પૌત્રી નવ્યા નવેલી નંદા અને પૌત્રી અગસ્ત્ય નંદા છે. પાપારાઝી માટે એકસાથે પોઝ આપી રહ્યા છે. સમગ્ર બચ્ચન પરિવાર ટ્રેડિશનલ ડ્રેસમાં સાથે જોવા મળ્યો હતો.

ઐશ્વર્યા રાય બચ્ચન પરિવાર સાથે જોવા ન મળી

અમિતાભ બચ્ચન પણ જમાઈ નિખિલ નંદા સાથે હસતા જોવા મળ્યા હતા પરંતુ આ ફેમિલી ફોટોમાં પરિવારની વહુ ઐશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યા બચ્ચન ત્યાં નહોતા. હકીકતમાં ઐશ્વર્યા રાય બચ્ચન પરિવાર સાથે જોવા મળી ન હતી. બચ્ચન પરિવારની પુત્રવધુ એશ્વર્યા રાય તેની લાડલી દિકરી આરાધ્યા સાથે એકલી આવી હતી. લોકોનું ધ્યાન પણ મા-દિકરી પર પડ્યું ત્યારે બચ્ચન પરિવારના અણબનાવની વાતો થવા લાગી હતી.

ઐશ્વર્યા રાય અને આરાધ્યાની એન્ટ્રી

ઐશ્વર્યા રાય અને આરાધ્યાએ ન તો બચ્ચન પરિવાર સાથે ફોટોગ્રાફ્સ લીધા કે ન તો કોઈ વીડિયો બનાવ્યો હતો. ઐશ્વર્યા રાય બચ્ચન પરિવારના કોઈ સભ્યને પણ મળી ન હતી. આ સિવાય તે તેના પતિ અભિષેક બચ્ચનની અવગણના કરતી જોવા મળી હતી. ઐશ્વર્યાએ તેની પુત્રી આરાધ્યા સાથે જ પાપારાઝી માટે પોઝ આપ્યો હતો.

ઐશ્વર્યા રાયે અભિનેત્રી રેખા સાથે વાત કરી

આ ખાસ અવસર પર ઐશ્વર્યાએ લાલ રંગનો એથનિક ડ્રેસ પહેર્યો હતો જ્યારે પુત્રી આરાધ્યા વાદળી રંગના અનારકલી સૂટમાં જોવા મળી હતી. મા અને દીકરી એકદમ સરખા દેખાતા હતા. આ લગ્નમાં બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા રાય અલગ-અલગ જોવા મળ્યા હતા. એટલું જ નહીં ઐશ્વર્યા રાયે અભિનેત્રી રેખા સાથે પણ વાત કરી હતી.

લોકોએ બચ્ચન પરિવારને આવી વાતો કહી

ઐશ્વર્યા રાયને બચ્ચન પરિવાર સાથે ન જોઈને લોકો પણ ગુસ્સે થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રકારના પ્રશ્નો પણ પૂછી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું હતું કે, ઐશ્વર્યા અને તેની પુત્રી ક્યાં છે? આ બચ્ચન પરિવારે સારું કામ કર્યું નથી. કોમેન્ટ કરતી વખતે અન્ય યુઝરે લખ્યું છે કે, તેઓએ ઐશ્વર્યા અને આરાધ્યાને પરિવારથી અલગ કરી દીધા છે.


  • Follow us on: