• નીતા અંબાણી એકદમ શાહી લુકમાં જોવા મળ્યા
  • વરરાજાની માતા નીતા અંબાણીએ શગુન ડાન્સ કર્યો
  • નીતા અંબાણીનો ચહેરો ખુશીઓથી ચમકી ઉઠ્યો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ હવે થોડા જ સમયમાં એકબીજાના થશે. વરરાજ સહિત આખો અંબાણી પરિવાર શાહી લુકમાં પૂત્રવધુને લેવા માટે વાજતે-ગાજતે પહોંચ્યો હતો. આખા અંબાણી પરિવારની સ્ટાઈલ જોઈને મહેમાની આંખો પણ જોતી રહી ગઈ હતી. ત્યારે હવે લાડકવાયા દિકરાના લગ્નમાં નીતા અંબાણી ઝુમી ઉઠ્યા હતા તેનો એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

નીતા અંબણીએ કર્યો ડાન્સ

દિકરી અનંત અંબણીના લગ્નમાં માતા નીતા અંબાણી એકદમ શાહી લુકમાં જોવા મળ્યા હતા. અંબાણી પરિવારના શેઠાણીનો ઠાઠ-માઠ ખૂબ જ અદભૂત હતો અને આખા અંબાણી પરિવારની સ્ટાઈલ પણ રોયલ લાગી રહી હતી. ત્યારે હવે વરરાજાની માતા એટલે કે નીતા અંબાણી ખૂબ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે.

નીતા અંબાણી શગુન ડાન્સ કર્યો હતો અને જેમાં એકદમ કિલર સ્માઈલ સાથે તેનો ચહેરો ખુશીઓથી ચમકી રહ્યો હતો. આજે નાની વહુ અંબાણી પરિવારમાં આગમાન થશે અને તેને લઈને સમગ્ર અંબાણી પરિવારમાં હરખ જોવા મળ્યો છે.

અંબાણી પરિવાર લગ્ન સ્થળ જિયો વર્લ્ડ સેન્ટર પહોંચી ગયો છે અને મુકેશ અંબાણી, આકાશ, શ્લોકા મહેતા, ઈશા અંબાણી અને આનંદ પીરામલનો પહેલો ફોટો સામે આવ્યો છે. શ્લોકા પિંક લહેંગામાં સુંદર લાગી રહી હતી. આખો અંબાણી પરિવાર લાઈટ પિંક પોશાક પહેરીને વરરાજા અનંત સાથે પેપ્સ માટે પોઝ આપ્યા છે.


  • Follow us on: