- ગોલ્ડન શેરવાનીમાં વરરાજા અનંત અંબાણી લાગ્યા હેન્ડસમ
- અંબાણી પરિવારના ફોટો અને વીડિયો આવ્યા સામે
- આખો અંબાણી પરિવાર શાહી અંદાજમાં જોવા મળ્યો
અનંત-રાધિકાના વૈભવી લગ્ન ચોક્કસપણે વર્ષો સુધી યાદ રહેશે. વરરાજા કરોડોની કિંમતની લક્ઝરી કારમાં લગ્ન સ્થળે પહોંચ્યા હતા. વરરાજા લુકમાં અનંત હેન્ડસમ લાગતો હતો. તેણે પોતાના વેડિંગ લૂક સાથે વંતરાને ફરી પ્રમોટ કરી છે. લગ્નમાં અંબાણી પરિવારના દરેક સભ્ય રોયલ લાગતા હતા. અનંત-રાધિકાના લગ્નના આ ફંક્શન 14 જુલાઈ સુધી ચાલશે.
ગોલ્ડન શેરવાનીમાં વરરાજા લાગ્યા હેન્ડસમ
અંબાણી પરિવાર લગ્ન સ્થળ જિયો વર્લ્ડ સેન્ટર પહોંચ્યો હતો. મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ, શ્લોકા મહેતા, ઈશા અંબાણી અને આનંદ પીરામલનો પહેલો ફોટો અને વીડિયો સામે આવ્યા છે. શ્લોકા ડાર્ક પિંક લહેંગામાં સુંદર લાગી રહી હતી. આખો પરિવાર લાઈટ પિંક પોશાક પહેરીને વરરાજા અનંત સાથે પેપ્સ માટે પોઝ આપે છે. ગોલ્ડન શેરવાનીમાં અનંત હેન્ડસમ લાગતો હતો. નીતા અંબાણીએ તેમના પુત્રના લગ્નમાં અબુ જાની સંદીપ ખોસલાના ડિઝાઈનરે તૈયાર કરેલ ખાસ આઉટફિટ પહેર્યા હતા.
નીતા અંબાણીનો ઠાઠ-માઠ
નીતા અંબાણીનો આ ગોલ્ડન અને પિંક કલરના લહેંગાને અબુજાની સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યો છે અને ડોલી જૈન દ્વારા ડ્રેપ કરવામાં આવ્યો છે. તેણીએ તેમને હીરાનો હાર પહેરાવ્યો છે. તો મુકેશ અંબાણી પણ પિંક કલરના આઉટફિટમાં છે અને તેઓ નીતા અંબાણીને સંપૂર્ણ રીતે મેચ કરી રહ્યા છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના યાદગાર દિવસની સાક્ષી બનવા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને વિદેશી સ્ટાર્સનું આગમન ચાલુ છે. WWE રેસલર જોન સીના, જેકી શ્રોફ સિવાય વિધુ વિનોદ ચોપરા પરિવાર સાથે પહોંચ્યા હતા.
અંબાણી પરિવારે ઘરના મહત્વના સભ્યોને યાદ કર્યા
અનંતના લગ્ન પ્રસંગે અંબાણી પરિવારે ઘરના મહત્વના સભ્યોને યાદ કર્યા છે. લગ્ન સ્થળ પર નીતા અંબાણીના પિતા (રવીન્દ્રભાઈ દલાલ) અને મુકેશ અંબાણીના પિતા (ધીરુભાઈ અંબાણી)ની તસવીરો મૂકવામાં આવી છે. બંનેના ફોટોગ્રાફ્સની ફ્રેમને ચારેબાજુ ફૂલોથી સજાવવામાં આવી છે.